Nawanagar Time
બિઝનેસ

હવે ઇલેક્ટ્રિક કાર પર મોદી સરકાર આપશે સબસિડી..ભારત મા ઈલેકટ્રીક ગાડી ઓનો આવસે જમાનો..

now-the-subsidiary-of-the-modi-government-will-give-electric-cars

દિલ્હી:-દેશના અફોર્ડેબલ હાઉસિંગ યોજના હેઠળ ભેટ આપ્યા બાદ મોદી સરકાર હવે ઇલેક્ટ્રિક કારો પર મોટી છૂટ (જીબતશમુ) આપશે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. એવામાં દેશમાં સ્વચ્છ ઇંધણ ચાલિત પરિવહનને પ્રોત્સાહન આપવાના સેંટ્રલ કેબિનેટે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ડિયા (ઋઅખઊ ઈંક્ષમશફ) યોજનાન બીજા તબક્કાને મંજૂરી આપવામાં આવી છે. તેના માટે 3 વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. એક સમાચાર અનુસાર સરકાર યોજનામાં ટૂ વ્હીલર (ઇ-વ્હીકલ) ખરીદનારને 40,000 રૂપિયા સુધીની સબસિડી આપી શકે તો બીજી તરફ મહિંદ્વા ઇ-વેરિટો જેવી ઇલેક્ટ્રિક કાર પર 1.5 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું કે યોજનાના બીજા તબક્કામાં વિભિન્ન શ્રેણીઓના ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોની નોંધણી અને પાર્કિંગ ચાર્જમાં રાહત આપવ અને રોડ ટેક્સ આપવા જેવા પ્રોત્સાહિત પગલાં ભરવામાં આવશે.

આ સબસિડી લાગૂ થશે. આ યોજના હેઠળ સરકાર ઇલેક્ટ્રિક વાહનોના એક્સ ફેક્ટરી પ્રાઇસ પર પણ કેપ લગાવી શકે છે. તે તેને 15 લાખ રૂપિયા પર સિમિત કરી શકે છે. કોઇપણ ઇલેક્ટ્રિક વ્હીકલ પર સબસિડી તેની બેટરી કેપેસિટીના આધારે નક્કી થાય છે એટલે કે વાહનો પર 10 હજાર રૂપિયા પ્રતિ ઊંઠવ અને પર 20 હજાર ઊંઠવ. સબસિડી લાગૂ થતાં ગ્રાહકોને સૌથી વધુ ફાયદો થશે. તેનાથી ના ફક્ત તેનો ઇંઘણ ખર્ચ ખટશે પરંતુ કારની કિંમત પર પણ અસર પડશે. ઇલેક્ટ્રિક વહન વધતાં પેટ્રોલ પંપની માફક ઠેર-ઠેર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન ખુલશે, જેનાથી રોજગારના અવસર વધશે.

Related posts

GSTમાં કહીં ખુશી કંહી ગમ જેવી સ્થિતિ,આજથી લાગુ પડશે કાયદામાં 46 ફેરફારો…

Nawanagar Time

નાના વેપારીઓને કે જેણે GST રજીસ્ટર્ડ કરેલ છે તેને વ્યાજબી પ્રીમયમ પર વિમો ઉપલબ્ધ કરાવવા સરકારની વિચારણા…

Nawanagar Time

‘મેડ ઈન….‘નું ટેગ લગાવવું હવેથી ફરજિયાત

Nawanagar Time

Leave a Comment