Nawanagar Time
ગુજરાત જામનગર

હવે ‘બાપા બચાવો’ અભિયાન શરૂ કરવાની તાતી જરૂર !

now-there-is-a-need-to-start-bapu-bachao-campaign

ગુજરાતમાં મહિલાઓનું આયુષ્ય વધ્યું, પુરૂષોનો મૃત્યુદર ઊંચો

જામનગર:-ગુજરાતમાં જન્મતા બાળકોમાં બાળકીઓની સંખ્યા ઓછી છે. 50 વર્ષની ઉંમર પછી આ ગણિત ઊલટું થઈ જાય છે. 50 વર્ષની મહિલાઓની વસતિ વધી ગઈ છે અને પુરૂષો ઘટી ગયા છે. 50  પછી સ્ત્રીઓ કેમ વધી રહી છે, તે રહસ્ય ઉકેલાયું છે. તેનો સીધો મતલબ કે પુરુષો વધુ મરી રહ્યા છે જ્યારે થોડા વર્ષો માટે સ્ત્રીઓ અમર બની રહી છે.

ગુજરાતમાં હાલ 6.50 કરોડ લોકો છે, તેમાં 50 વર્ષની ઉંમર પછી સ્ત્રીઓ વધારે જોવા મળી રહી છે. તેની પાછળનું કારણ એવું  આવે છે, કે પુરૂષોના મોતનું કારણ એવું જણાયું છે કે, પુરૂષો મોટા ભાગે ઘરની બહાર રહેતાં હોય છે. તેથી તેમના પર ચિંતા વધુ રહે છે. માનસિક તણાવ વધુ હોય છે, જેમાં મોત વધે છે. રસ્તા પર અકસ્માતમાં મોટા ભાગે પુરૂષો મોતને ભેટે છે. મહિલાઓમાં સહન કરવાની શક્તિ વધુ હોય  મહિલાઓ કરતા પુરૂષો આત્મહત્યા વધારે કરી રહ્યા છે. ઘરની અંદર મહિલાઓ રહેતી હોવાથી તેમનું આયુષ્ય વધે છે. જે રીતે કોઈ વન્ય પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે તો તેનું આયુષ્ય જંગલમાં રહેતાં પ્રાણી કરતા વધી જાય છે, કારણ કે પાંજરામાં તેને સલામતી વધુ મળે છે. આવું પુરૂષો માટે છે. જેઓ જીવનના  જોખમી જીવન જીવે છે.

સ્ત્રી અને પુરૂષની 35 વર્ષની ઉંમરે બંનેની વસતી સરખી થઈ જાય છે. 35 વર્ષ પછી પુરૂષો કરતા સ્ત્રીઓની વસતી વધી જતી જોવા મળી રહી છે. ત્યાર પછી જેમ ઉંમર વધતી જાય તેમ સ્ત્રીઓના મોતના પ્રમાણ કરતા પુરૂષોના મોત વધતા જાય છે. 50 વર્ષ પછી પુરૂષોની  સ્ત્રીઓ કરતા ઓછી થવા લાગી છે, જેમાં મહિલાઓને મળતી સલામતી અને સુવિધા તથા ઓછી જવાબદારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પુરુષો ઘરની જવાબદારીના બોજ હેઠળ વધુ દબાયેલા સતત રહે છે. તેથી તેમને સંઘર્ષ વધુ કરવો પડે છે. તેની સામે મહિલાઓ વધારે સલામત જીવન જીવી રહ્યા છે. તેથી તેમનું આયુષ્ય  કરતા વધી રહ્યું છે.

Related posts

જામનગર શંકરટેકરીમાં 15 વર્ષની તરુણીનો અકળ કારણોસર ગળાફાંસા ખાઈ આપઘાત

Nawanagar Time

જામનગરમાં વિધાર્થીઓ ઓનલાઇન પરીક્ષા ન જોડાતા હોવાનો ઘટસ્ફ્ોટ

Nawanagar Time

દ્વારકાના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત જગતમંદિર પર બે-બે ધ્વજાજી

Nawanagar Time

Leave a Comment