Nawanagar Time
ગુજરાત જામનગર

હવે જામનગરમાં કોઇને શોક નહીં લાગે ! તમામ ટ્રાન્સફોર્મરને ખાસ ગ્રીલનું કવચ

now-there-is-no-mourning-in-jamnagar-a-special-grill-cover-for-all-transformers

શહેરના અંદાજે 482 ટ્રાન્સફોર્મરમાંથી ફરતે ફેન્સીંગ લગાવાઇ: અત્યાર સુધીમાં રૂા.1 કરોડ 92 લાખ જેટલો થયો ખર્ચ: લોકોની સલામતી માટે લગાવેલી ફેન્સીંગને લોકોએ બનાવ્યો ઢોર ડબ્બો !

જામનગર:-જામનગરમાં પીજીવીસીએલ શહેરમાં ઉભા કરાયેલા ટ્રાન્સફોર્મરને ગાર્ડ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. અકસ્માતે કોઇ પશુ, બાળક કે અન્ય કોઇ વ્યકિત અડી ન જાય અને જાનહાની ટળે તેવા હેતુથી ટ્રાન્સફોર્મરની આસપાસ ફેન્સીંગ કરવામાં આવી રહી છે. પરંતુ શહેરમાં કંઇક અલગ જ નઝારો જોવા મળી રહ્યો છે પીજીવીસીએલ દ્વારા ટ્રાન્સફોર્મરને કરાયેલી ફેન્સીંગ સાથે કેટલાક લોકો પોતાના ઢોર બાંધી રહ્યાં છે તો કયાંક જાહેરાતોના બોર્ડ લાગેલા દેખાઇ છે.

જામનગરમાં વીજ કંપની દ્વારા ટ્રાન્સફોર્મરની આસપાસ ફેન્સીંગ લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં આ કામગીરી શહેરના અનેક વિસ્તારોમાં ચાલી રહી છે. જ્યારે કેટલાક વિસ્તારોમાં આવેલા ટ્રાન્સફોર્મરોની ફરતે ફેન્સીંગ કરવામાં આવી ચૂકી છે. આ અંગે પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિકારી જેઠવાએ જણાવ્યું હતું કે, એકસીડેન્ટ કલીયન્સ એટલે કે અકસ્માતે કોઇ પશુ, બાળક કે અન્ય કોઇ વ્યકિત ટ્રાન્સફોર્મર નજીક પહોંચી ન જાય અને જાનહાની ન થાય તે માટે ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીંગ કરવામાં આવી રહી છે.

શહેરમાં અંદાજે 980 જેટલા ટ્રાન્સફોર્મર આવેલા છે. જેમાંથી 482 જેટલા ટ્રાન્સફોર્મરની ફરતે ફેન્સીંગ લગાવવાની કામગીરી કરવામાં આવી ચૂકી છે. જેમાં અંદાજે રૂા.1 કરોડ 92 લાખ જેટલો ખર્ચ થયો છે. જ્યારે બાકીના ટ્રાન્સફોર્મરને ફેન્સીંગ લગાવવાની કામગીરી ચાલુ છે. એક ટ્રાન્સફોર્મર ફરતે ફેન્સીંગ લગાવવાનો ખર્ચ અંદાજે રૂા.40 હજારથી વધુ થતો હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ચોમાસા દરમ્યાન શહેરમાં અનેક વખત ટ્રાન્સફોર્મરને અકસ્માતે અડી જવાથી કેટલાક પશુઓના મોત થયાના બનાવો પણ બની ચૂકયા છે. ત્યારે હવે આવા ટ્રાન્સફોર્મરને ફરતે ફેન્સીંગ લગાવવાથી આવા અકસ્માતો અટકાવી શકાશે.

પરંતુ શહેરમાં તો કંઇક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં  સમજણના અભાવે લોકો પોતાના ઢોર ઢાંખર ટ્રાન્સફોર્મરને ફરતે કરેલી ફેન્સીંગ સાથે બાંધે છે તો કેટલાક લોકો તો આ ફેન્સીંગની અંદર  પોતાના ઢોરને બાંધે છે. ત્યારે લોકોએ પણ સમજણ કેળવવી જરૂરી બની છે.

કોર્પોરેશનની મંજુરી લેવાની જરૂર નથી

શહેરમાં ટ્રાન્સફોર્મર ફરતે કરવામાં આવેલી ફેન્સીંગ બાબતે મહાનગર પાલિકાની મંજુરી લેવી પડે છે કે કેમ? તે અંગે એસ્ટેટ શાખાના અધિકારી દિક્ષિતે જણાવ્યું હતું કે આ બાબત લોકોની સેફટી માટે હોય સરકારનો લેટર આવ્યો છે અને આમા કોઇ ચાર્જ વસુલવાનો રહેતો નથી. માટે મંજુરી પહેલેથી જ લીધેલી હોય છે.

Related posts

ખંભાળિયાના ગોઇંજ ગામે રેકલેમેશન ડેમનું કામ 21-21 વર્ષ છતાં ચાલુ નથી થયું

Nawanagar Time

પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો પરત ખેંચવા લોક સરકારની માંગ

Nawanagar Time

રાજ્યભરમાં મેઘકૃપા, કચ્છથી ક્વાંટ સુધી અને લાલપુરથી લઈને દહોદ સુધી ધોધમાર વરસાદ

Nawanagar Time

Leave a Comment