Nawanagar Time
ગુજરાત જામનગર

હવે ટીક..ટીક.. કરશે ભાજપની ‘ચોકાદીર ઘડિયાળ’

now-tick-tick-will-be-bjps-chokidar-clock

લોકસભા ચૂંટણીમાં ભાજપ કાર્યકરો-મતદારોને 10 હજાર ઘડિયાળ ભેંટ આપશે

ભાજપની ટોપી, ખેસ બાદ આકર્ષણ જગાવતી ઘડિયાળો

જામનગર:-લોકસભા ઇલેકશનનો સંગ્રામ  છે ત્યારે મતદારોને આકર્ષવા અવનવા કિમિયાઓ અજમાવવામાં આવી રહ્યા છે. ‘ચોકીદાર ચોર હૈ’ જેવુ સ્લોગન આપીને કોંગ્રેસે કરેલા હુમલાના જવાબમાં ભાજપે ‘મૈં ભી ચોકીદાર’ સ્લોગનથી વળતો પ્રહાર કીર દીધો છે. તો હવે બજારમાં ‘ચોકીદાર વોચ’ પણ આવી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓના ફોટાવાળી 10 હજારથી વધારે  વિતરણ થઇ રહ્યું હોવાનું જાણવા મળે છે.

ભાજપના સ્થાનિક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાનો પ્રારંભ થતા જ ચુંટણી પ્રચારનો જોરશોરથી પ્રારંભ થયો છે. ભાજપ પ્રચારમાં કોઇ કસર બાકી રાખવા માંગતું ન હોય એ રીતે સભા, રેલી, રોડ શો સાથે સાથે ભાજપના સિમ્બોલ વાળી ટોપી-ખેંસ, ધજા-પતાકાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે  હવે ભાજપ એક ડગલું આગળ વધીને ‘ચોકીદાર ઘડિયાળ’ મતદારોને આપી રહ્યું હોવાનું જાણવા મળે છે.

સોશિયલ મીડિયા પર ફરી રહેલા ચોકીદાર ઘડિયાળના ફોટામાં વડાપ્રધાન મોદી ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે સ્થાનિક ઉમેદવારોના ફોટાઓ સાથે જ લોકલ મોટા નેતાઓના ફોટા છપાયા છે રૂા. 400 થી રૂા. 600ની કિંમતની આ ઘડિયાળ  તબકકે 10000 થી વધુની સંખ્યામાં વિતરણ થશે તેવી વિગતો મળી રહી છે.

Related posts

જામનગર સહિત સૌરાષ્ટ્રના અડધા ATM થશે બંધ

Nawanagar Time

આરટીઆઈ એક્ટિવિસ્ટ ઓ એ કર્યો ખુલાસો, શુ નર્મદાનું પાણી દૂષિત?

Nawanagar Time

ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કહ્યું, પ્રત્યેક કાર્યકર્તા મહત્વના છે

Nawanagar Time

Leave a Comment