Nawanagar Time
નેશનલ

આધારકાર્ડમાં હવેથી સુધારા-વધારા પડશે મોંઘા…

nowadays-there-will-be-improvement-in-the-base-card

દિલ્હી:-વર્તમાનમાં આધારા કાર્ડની અનેક જગ્યાએ જરૂર પડે છે. એ તમારા માટે ઓળખપત્રની સાથે જ રહેણાકનો પણ પુરાવો બની ગયું છે. સરકારની તમામ યોજનાઓનો ફાયદો પણ તેના દ્વારા જ મળે છે. આથી, આધાર કાર્ડનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. આ દરમિયાન ઞઈંઉઅઈં દ્વારા આધાર કાર્ડમાં નામ અને સરનામા સહિતનો ફેરફાર કરવાની સેવાઓના દરમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારના એક જાહેરનામા બાદ ઞઈંઉઅઈંએ આ નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરીથી કોઈ પણ પ્રકારના નવા ફેરફાર માટે નવા દરે પેમેન્ટ કરવાનું રહેશે. હવે બાયોમેટ્રિક અપડેટ કરવા માટે રૂ.100 ચૂકવવા પડશે. આ ઉપરાંત, સરનામું અને ફોન નંબર બદલવા માટે રૂ.50નો ચાર્જ લાગશે. અગાઉ આ કામ માટે માત્ર રૂ.30નો ચાર્જ લેવાતો હતો. આ ઉપરાંત ય-ઊંઢઈ માટે રૂ.30 ચૂકવવાના રહેશે.

Related posts

નોટબંધીમાં કાળા-ધોળાં કરનાર જવેલર્સ ઈન્કમટેકસના સાણસામાં

Nawanagar Time

લોકસભા ચૂંટણીમાં 33 કરોડની શાહી વપરાશે

Nawanagar Time

ફિલ્મોમાં કાસ્ટિંગની અફવાઓ ફેલાવનારાઓ પર સલમાન ભડક્યો

Nawanagar Time

Leave a Comment