Nawanagar Time
જામનગર

આ તે કેવો ન્યાય ? 39 હજાર ખેડૂતોમાથી માત્ર 9574 ખેડૂતોની જ મગફળી ટેકાના ભાવથી ખરીદ કરાઈ..

Of the 39,000 farmers, only 9574 farmers were bought for the support of groundnut.
હાલારમાં ૩૯ હજાર ખેડૂતોએ મગફળી વેચાણ માટે નોંધણી કરાવી હતી તેમાંથી ૯૫૭૪ ખેડૂતોની મગફળી જ ખરીદ કરવામાં આવી છે. આ ધીમી ગતિની કામગીરીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો નિર્ણય કર્યો હતો. આથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૩૯૭૩૩ ખેડૂતોએ મગફળી વેચાણ અન્વયે નોંધણી કરાવી હતી.

પરંતુ ધીમી ગતિની કામગીરીના કારણે આજ સુધીમાં ૯૫૭૪ ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવામાં આવી છે. એટલે કે બંને જિલ્લામાંથી ફક્ત ૨૪ ટકા ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવી છે. જ્યારે બંને જિલ્લામાંથી કુલ ૨,૦૦,૪૮૮ કવીન્ટલ મગફળીની જથ્થો ખરીદવામાં આવ્યો છે.

આ ખેડૂતોને કુલ ૧૦૦૨૩ લાખની રકમ ચૂકવવવાની થાય છે. તેમાંથી ૬૩૯૧ લાખની રકમ ૫૯૦૪ ખેડૂતોએ ચૂકવવામાં આવી છે. જો આ ગતિએ જ મગફળી ખરીદી થશે તો હજુ દોઢથી બે માસ આ કામગીરી ચાલુ રહેશે. તેમ જણાય છે.

Related posts

14 ડીગ્રી: જામનગરમાં ઠંડીમાં ઘટાડો

Nawanagar Time

જામનગર હેડ પોસ્ટ ઓફિસના માથાભારે કર્મચારી સામે પગલાં ભરવા માંગણી કરાઈ

Nawanagar Time

દ્વારકા જિલ્લામાં પ્રિ-મોન્સૂન અંગેની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સંપન્ન

Nawanagar Time

Leave a Comment