Nawanagar Time
ગુજરાત જામનગર

ભૂગર્ભ કૌભાંડમાં મેયરના આદેશને પણ ઘોળીને પી જતાં અધિકારીઓ

officers-abducted-by-the-mayors-order-in-the-underground-scam

મુખ્યમંત્રી કાર્યાલય અને શહેરી વિકાસ વિભાગનો તપાસ આદેશ પણ અભેરાયે ચડાવાયો હોવાનો આરોપ લગાવતાં પૂર્વ વિપક્ષી નેતા અસલમભાઇ ખીલજી

જામનગર:-જામનગર શહેરની રંગમતી-નાગમતી નદીમાં ગટરના પ્રદુષિત  ન ભળે તે માટે રૂા.6.71 કરોડના ખર્ચ કરવામાં આવેલ ભૂગર્ભ ગટરના કામમાં ભ્રષ્ટાચાર મામલે પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીએ વારંવાર રજુઆત કરવા છતાં તપાસ કરવામાં ન આવતા આ મામલે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચારવામાં આવી છે.

વિપક્ષી પૂર્વ નેતા અસલમ ખીલજીના જણાવ્યા મુજબ જામનગર શહેરમાં વર્લ્ડ બેંક સહાય આઇસીઝેડએમ  ગ્રાન્ટ અંતર્ગત જે તે સમયે 158.33 કરોડના પ્રોજેકટ કોસ્ટ સાથે સરકારશ્રી દ્વારા અલગ-અલગ કમ્પોનન્ટના કામો મંજુર કરવામાં આવેલ હતા. આ સમગ્ર પ્રોજેકટના દરેક કામોની ટેન્ડર પ્રક્રિયા સરકારના ગુજરાત ઇકોલોજી કમીશન દ્વારા કરવામાં આવેલ હતી. અને દરેક કામોના ક્ધસલ્ટન્ટ તરીકે મે. મોટ મેક ડોનાલ્ડ પ્રા.લી.ની નિમણુક કરવામાં આવેલ હતી. આ  અન્વયેના તમામ કામોનો સર્વે ડીઝાઇન ડ્રોઇંગ, એપ્રુવલ, સુપરવિઝન કવોલીટી વર્કમેન શીપ વગેરે સહિતની તમામ બાબતો પીએમસી મે.મોટ મેક ડોનાલ્ડ પ્રા.લી. દ્વારા અને જામનગર મહાનગર પાલિકાના અધિકારી દ્વારા જોવામાં આવેલ છે તેમજ જે-તે સમયના પદાધિકારીની મિલી-ભગતથી મે. દિનેશચંદ્ર આર. અગ્રવાલ ઇન્ફ્રાકોન પ્રા.લી. કંપનીને 6.71 કરોડ ખર્ચના મંજુરી અને સ્ટેન્ડિંગ કમીટીએ  કરેલ હતું. આ કામ પૈકી તા.19-9-2018ના રોજ સામાન્ય સભામાં મેયર દ્વારા થર્ડ પાર્ટી દ્વારા તપાસ કરવાનું આદેશ કરેલ. તેમ છતાં પાઇપ ગટર કેનાલનું કોઇ અધિકારી દ્વારા સફાઇ કરવામાં આવેલ નથી. કે ભૂગર્ભ શાખાનો કોઇ જવાબદાર અધિકારીએ વિઝીટ કરેલ નથી.

આ પાઇપ ગટરનું 6.71 કરોડનું કામનું એ હેતુથી મંજુર કરેલ  કે ગઢની રાંગના અંદર રહેતા વિસ્તારના લોકોનું ગંદુ પાણી આ કેનાલમાં સમાવેશ કરવાનું થતુ હતું. જેથી કરીને રંગમતી નાગમતી નદીમાં ગટરનું અને ગંદુ પાણી આવે નહિ અને નદી ચોખ્ખી અને સાફ રહે પણ આપણી નજર સમક્ષ છે. આ કેનાલ ઘાંચીની ખડકીથી શરૂ કરી કાલાવડ ગેઇટથી નાગેશ્ર્વર વોરાના હજીરા પાસેથી  નગર સુધી આ પાઇપ લાઇનનું જે કામ થયેલ છે. ઉપરોકત આકમ બાબતે કોઇ લાઇન લેવલ કામ થયેલ નથી. ગઢની રાંગના અંદર રહેતા લોકોના ઘરના કનેકશનોનું કયાંય જોડાણ કરવામાં આવેલ નથી. તેમજ કેનાલ વાલ ચેમ્બરની સફાઇ થતી નથી. તેમજ પાઇપ ગટર મારફત કયાંય ગંદા પાણીનો નિકાલ પણ થતો નથી. તેમાં  ભૂગર્ભ ગટરના કામ અંગે થયેલા ભ્રષ્ટાચાર અંગે અનેક વાર લેખિત તથા મૌખીક રજૂઆતો કરેલ છે. છતાં પણ અધિકારી, કમિશ્નર તથા પદાધિકારી દ્વારા કોઇપણ જાતની તપાસ કરવામાં આવેલ નથી.

આ મામલે મુખ્યમંત્રી તથા શહેરી ગૃહ મંત્રાલય, ગુજરાત રાજ્યને પણ પત્ર લખી રજૂઆતો કરવામાં આવી અને તા.19/2018ની સામાન્ય સભામાં મેયર અઘ્યક્ષ  ડે.મેયર દ્વારા તપાસ થશે થર્ડ મારફત એવુ કહેલ. પરંતુ મેયરના અઘ્યક્ષસ્થાનેના આદેશની એસી કી તૈસી કરેલ છે. આજદિવસ સુધી કોઇ અધિકારી સાઇડ ઉપર આવેલ નથી અને સફાઇ નથી થયેલ અને જે તે સ્થિતિમાં કેનાલ છે અને આ અંગે વિજીલીયન્સ મારફત તપાસ કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વધુને વધુ  આંદોલન કરવાની ફરજ પડશે તેની સંપૂર્ણ જવાબદારી જામનગર મહાનગરપાલિકાની તથા લગત અધિકારીની રહેશે. તેવી ચીમકી પૂર્વ નિયમીત તેના અસલમ ખીલજીને ઉચ્ચારી હતી.

Related posts

ઓખામાં મંદિરની ધ્વજા પવનની વિરુદ્ધ દિશામાં ફરકતા અચરજ

Nawanagar Time

જામનગર-રાજકોટ વચ્ચે રગસીયા ગાડા માફક દોડતી ઇન્ટરસીટી બસ

Nawanagar Time

બેડ ગામમાં એચઆઈવી પીડિત યુવતીનો સળગી જઈ આપઘાત

Nawanagar Time

Leave a Comment