Nawanagar Time
ગુજરાત જામનગર

મેળામાં ‘મેળવણું’ કરી લેતાં મહાપાલિકાના અધિકારીઓ

officials-of-the-municipality-took-levy-on-the-mela

શ્રાવણી મેળાની આવક એક કરોડ પંદર લાખ; સાડા એકવીસ લાખનો ખર્ચ ! માત્ર કાગળ ઉપર જ ખર્ચો ઉધારવામાં આવતો હોવાની ચર્ચા વચ્ચે સ્ટેન્ડિંગ સમક્ષ હિસાબો રજૂ ન કરાતાં આશ્ર્ચર્ય

જામનગર :-જામનગર મહાનગર પાલિકા દ્વારા  વર્ષ 2018માં શ્રાવણ મહિનામાં પ્રદર્શન મેદાનમાં યોજાયેલા લોકમેળામાં સ્ટોલ-પ્લોટની હરાજીથી તથા પાથરણાવાળાના ભાડા મળી અંદાજે એક કરોડ પંદર લાખ જેટલી આવક થઈ હતી. પણ આ લોકમેળામાં મહાનગર પાલિકા તંત્રએ ખર્ચ કેટલો કર્યો તે જાણીને આંચકો લાગે તેવા ચોંકાવનારા આંકડા મળ્યા છે.

મહાપાલિકા દર વર્ષે શ્રાવણ  જન્માષ્ટમીના  સાતમ-આઠમના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. અને દર વર્ષની જેમ મહાનગરપાલિકા દ્વારા આયોજન પાછળ લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોય તેમ કાગળ પર વિવિધ વિભાગોના ખર્ચાઓ બતાવવામાં આવે છે.

લોકમેળાના ખર્ચની વિગતો પણ રાબેતા મુજબ દર વર્ષની જેમ લોકમેળા પૂર્ણ થઈ ગયા પછી નિરાંતે ત્રણ-ચાર મહિના પછી અને  પણ કોઈ માંગે તો જાહેર કરવાની શંકાસ્પદ પ્રણાલીને વળગી રહી જાહેર થઈ ન હતી કે કરવામાં આવી ન હતી.  સ્થાયી સમિતિને પણ હજી સુધી લોકમેળાના આવક-જાવકના હિસાબ રજુ કરવામાં આવ્યા નથી!

જો કે અંતે એસ્ટેટ વિભાગે સત્તાવાર રીતે લોકમેળાના  ખર્ચના આંકડા જાહેર કર્યા છે. તેમાં રૃપિયા એકવીસ લાખ સાઈઠ  જેવો જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવાનું દર્શાવાયું છે. મેદાનના ભાડા પેટે રૃપિયા 4,57,383 અને વીજ મીટર કનેક્શન માટે રૂા. 60,000 ચુકવાયા છે. મેળાના વીમા પ્રિમીયમના રૂા. 16,816 નો ખર્ચ થયો છે. લાઈટીંગ વ્યવસ્થા માટે અધધધ.. પાંચ લાખ ચોર્યાસી હજાર છસ્સો અડતાલીસનો ખર્ચ થયો છે. આ ખર્ચમાં નવા પોલ, નવા  કેબલ, વાયરો, અન્ય એસેસરીઝ વગેરે ખરીદ કરવામાં આવ્યા હોય તો તેટલો માલ સામાન મેળા પૂર્ણ થયા પછી મહાનગર પાલિકાના સ્ટોરમાં જમા થયો છે કે કેમ?

તે પ્રશ્ર્ન છે અને જો દર વર્ષે આવો કિંમતી સામાન નવો ખરીદાતો હોય તો તે પહેલાના વર્ષના થાંભલા, કેબલ, અન્ય સાધનો ક્યાં ગયા? તેનો  શા માટે થયો નહીં? સીક્યુરીટી ખર્ચ પેટે પણ કોઈને ગળે ન ઉતરે તેવા રૂપિયા સાત લાખ બાર હજાર એકસો અડતાલીસ ખર્ચ થયો છે. લોકમેળામાં કેટલા સિક્યુરીટી ગાર્ડ ક્યાં અને કેટલા દિવસ માટે હતા તેની વિગતો જાહેર થાય તો લોકમેળાની તત્કાલિન સ્થિતિ સાથે સરખાવીને તેમાં કેટલું સાચું-ખોટું થયું છે તેનો  આવી જાય!!

સૌથી આશ્ચર્ય પમાડે તેવા આંકડાનો સ્ટેજ અને મંડપ સજાવટના ખર્ચના છે. લોકમેળામાં દર વર્ષે મનપાના પદાધિકારીઓ, અધિકારીઓ અને કોર્પોરેટરો માટે વીઆઈપી બેઠક વ્યવસ્થા સાથેનો મંડપ-સામીયાણો ઉભો કરવામાં આવે છે. અને દર વર્ષે આવી રજવાડી સરભરા ટીકાપાત્ર પણ બને છે.  તેમ છતાં વર્ષ 2018ના લોકમેળામાં પણ સ્ટેજ-મંડપ માટે  ધનાધન જેવા રૃપિયા આઠ લાખ એકવીસ હજાર સાતસો અડસઠનો ખર્ચ થયો હોવાનું દર્શાવાયું છે. એક કાર્યક્રમ માટે રૂા. 2,93,752 ના ખર્ચ થયા પછી બીજા કાર્યક્રમો માટે અલગ મંડપ વ્યવસ્થા નામે અનુક્રમે રૂા. 26,436, 26,436, 4,02,668, 36238 અને 36238ના ખર્ચ દર્શાવી કુલ સવા આઠ લાખનો ધુમાડો કરી દેવામાં આવ્યો છે.  સાંસ્કૃતિક કાર્યક્રમ લોકડાયરા માટે રૃપિયા પચ્ચીસ હજાર ચૂકવાયા છે.

સ્ટેજ-મંડપ-લાઈટીંગનું કામ કઈ કોન્ટ્રાક્ટર પેઢીએ કર્યું. આ કોન્ટ્રાક્ટર પેઢીના નામ અને તે પેઢીના સંચાલક-માલિકના નામ જાહેર થાય તો જંગી ખર્ચાનો તાળો આપોઆપ મળી જાય !! લોકમેળાનું આયોજન સમગ્ર રીતે એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવે છે અને આ વિભાગની રોજબરોજની તમામ  પ્રત્યે હંમેશાં ભ્રષ્ટાચાર, ગેરરીતિની શંકાઓ પેદા થતી રહે તેમ કામકાજ વહીવટ થાય છે.

Related posts

પડાણામાં પેટની બીમારીથી કંટાળી જઈ શ્રમિક યુવાનનો ઝેર પી આપઘાત

Nawanagar Time

સગીરા પાસે દેહવ્યાપાર કરાવવાના કેસમાં 6 વ્યક્તિને આજીવન કારાવાસ

Nawanagar Time

લાલપુર-ભાણવડ રોડ પર ખાનગી લક્ઝરી બસ અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત

Nawanagar Time

Leave a Comment