Nawanagar Time
નેશનલ

ગ્રામીણ કલાકારો માટે હેલ્પલાઈન શરૂ કરતું ઓખા આઈ

મુંબઈ : ટાટા કેમીકલ સોસાયટી ફોર રૂરલ ડેવલોપ્મેન્ટે સ્થાપીત કરેલ ઓખા આઈ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમીતે ગ્રામીણ કલાકારોનું જરૂરીયાતો પુરી કરવા અને તકોનું પ્રદાન કરવા હેલ્પલાઈન શરૂ કરી છે. આગામી સમયમાં ગ્રામીણ કલાકારોને પગભર થવા મદદરૂપ બનશે

ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને સક્ષમ બનાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદેશ સાથે ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટએ સ્થાપિત કરેલ ઓખા આઈએ આંતરરાષ્ટ્રીય ગ્રામીણ મહિલા દિવસના પ્રસંગે ભારતના અંતરિયાળા વિસ્તારોમાં કારીગરો માટે હેલ્પલાઇન શરૂ કરી છે. આ પહેલ ચાલુ વર્ષની થીમ -કોવિડ-19ને પગલે ગ્રામીણ મહિલાઓને પગભર કરવીને સુસંગત છે, જનો આશય આ મહિલાઓના સંઘર્ષ, તેમની જરૂરિયાતો અને આપણા સમાજમાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃતિ લાવવાનો છે.

કોરોનાથી સૌથી માઠી અસર ગ્રામીણ ભારત અને એના કારીગરો પર થઈ છે, જેઓ કટોકટી અગાઉ રિટેલ સ્ટોર્સને પુરવઠો પૂરો પાડીને રોજિંદી આવક મેળવતા હતા. હેલ્પલાઇન વસ્ત્રો, ઘર માટે સુશોભનની ચીજવસ્તુઓ કે સાધન સામગ્રી બનાવવાનું પરંપરાગત કૌશલ્ય ધરાવતા પાયાના તમામ કારીગરોને ટેકો આપવા તથા આ અનિશ્ર્વિત સમયગાળામાં તેમના માટે પ્રસ્તુત તકોનો લાભ આપવા માટે શરૂ કરવામાં આવી છે. જેથી નાના કલાકારોને નવા બજારો મળશે તથા હસ્તકળા ઉદ્યોગમાં તેમની પહોંચ અને વિઝિબિલિટી વધશે.

ઓખા આઈના હેડ કિર્તી પૂનિયાએ કહ્યું હતું કે, આ હેલ્પલાઈન નંબર 63590 21888ને સરળ સુલભતા માટે વ્હોટસએપ પર પણ રજીસ્ટર કરી શકાશે. ઓખા આઈનો આ હેલ્પલાઈન શરૂ કરવાનો મૂળ ઉદેશ ભારતમાં આદિવાસી અને ગ્રામીણ કલાકારો સુધી પહોંચવાનો છે અને તેમને સ્વતંત્ર અને પગભર બનાવવામાં મદદ કરવાનો છે. અત્યારે બ્રાન્ડ પુરુષો અને મહિલાઓ માટે સુંદર વસ્ત્રોની વિસ્તૃત રેન્જ, ઘરના સુશોભનની ચીજવસ્તુઓ અને સાધન સામગ્રીઓ ઓફર કરે છે તેમજ ગ્રામીણ સ્તરે જીવંત જીવન, પરંપરાઓ અને દંતકથાઓ વ્યક્ત કરવા મિરર વર્ક, પેચ વર્ક અને ભરતકામનો ઉપયોગ કરે છે.

Related posts

પેટા ચૂંટણી ગરમાવો: કોંગ્રેસને એક જ દિવસમાં બીજો મોટો ઝટકા અબડાસા -ડાંગ બેઠક પર કોંગ્રેસના કદાવર નેતા ભાજપમાં જોડાયા

Nawanagar Time

નિરાશા છોડો, સફળતા પાછળ ભાગશે !

Nawanagar Time

સિનિયરની ગાળો ખાતા 25% જુનિયર પોલીસકર્મી

Nawanagar Time