Nawanagar Time
ગુજરાત

ભાણવડમાં લગ્નમાં ભડાકા કરાતાં પ્રૌઢાનું મોત

old-man-death-in-a-marriage-in-bhanvad

આનંદના અતિરેકમાં લગ્નપ્રસંગ શોકમય બન્યો

ખંભાળિયા:-ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રવિવારે યોજાયેલા એક પ્રસંગમાં આમંત્રિત મહેમાન દ્વારા તેમના જોટામાંથી ભડાકો કરાતાં કાર્ટીઝના છરા એક મહિલા માટે પ્રાણઘાતક નિવડયા હતાં.

આ બનાવની ભાણવડ પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ભાણવડ તાલુકાના કલ્યાણપુર ગામે રહેતાં ભૂપતભાઇ ટપુભાઇ ગોજિયા નામના વ્યક્તિના આંગણે તેમના પુત્રના લગ્નનો અવસર હતો. તેમના પુત્રની જાન પરણીને રવિવારે કલ્યાણપુર ગામે આવી હતી. જ્યાં તેઓના પરિવારજનો-મહેમાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

આ સ્થળે બાપ-દાદાના વખતથી અંગત સંબંધ ધરાવતાં રાણાભાઇ ગોવિંદભાઇ પરમાર નામના 60 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધ પણ તેમના ધર્મપત્ની પુંજીબેન રાણાભાઇ પરમાર (ઉ.વ. 55) સાથે આવ્યા હતાં.

જાન જોવા માટે આવેલા દંપતિ રાણાભાઇ તથા પુંજીબેન દાંડિયા રાસ રમતાં જાનૈયાઓને નિહાળી રહ્યાં હતા. તે દરમ્યાન ઉત્સાહમાં આવેલા જાનૈયા અરજણભાઇ પાલાભાઇ ડાંગર (રહે. કલ્યાણપુર)એ તેમના કબ્જામાં રહેલી બંદૂકના જોટામાંથી હવામાં ફાયરીંગ કર્યું હતું. આ ભડાકાના કારણે અકસ્માતે કાર્ટીઝના છરા પુંજીબેન રાણાભાઇના માથામાં, કપાળમાં તથા મોઢાના ભાગે વાગતા તેમને ગંભીર ઇજાઓ થતાં તેણીનું કરૂણ મૃત્યુ નિપજયું હતું.

આ કરૂણ બનાવ અંગે મૃતક મહિલાના પતિ રાણાભાઇ પરમારની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે અરજણભા ડાંગર સામે આઇ.પી.સી. કલમ 304(અ), તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ. વાય. જી. મકવાણાએ હાથ ધરી છે.

Related posts

સાની ડેમ તોડ્યા બાદ દ્વારકા જિલ્લામાં કટોકટીઃ વિક્રમભાઈ માડમ

Nawanagar Time

આત્મહત્યા એ સમાધાન નથી, જામનગરમાં બે આશાસ્પદ યુવાનોએ ટ્રેન નીચે પડતું મૂકયું..

Nawanagar Time

જામનગરના આકાશમાં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જામશે જંગ

Nawanagar Time

Leave a Comment