Nawanagar Time
સ્પોર્ટસ

ભારત માટે ઓલિમ્પિક કમિટી આડી ચાલી

olympic-committee-for-india-running-horizontally

પુલવામા આતંકી હુમલા બાદ 2 પાકિસ્તાની શૂટર્સને દિલ્હીના વિઝા ના આપવા પર ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ ભારતમાં આગામી ગેમ્સના આયોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ IOCએ તમામ ઈન્ટરનેશનલ ગેમ્સ સંઘોને અપીલ કરી છે કે તે ભારતમાં ગેમ્સનું આયોજન ન થવા દે. દિલ્હીમાં ચાલી રહેલી શૂટિંગ કોમ્પિટિશન માટે બે પાકિસ્તાની શૂટર્સને ભારતના વિઝા આપવામાં આવ્યા નહોતા.

આ નિર્ણય બાદ ઓલમ્પિક કમિટીએ ભારત પાસેથી તમામ પ્રકારની વાતચીત બંધ કરી દીધી છે. સાથે જ ભારત પાસે ગેરંટી માંગી છે કે, તે ઓલમ્પિક ચાર્ટરને પૂર્ણ કરવા માટે જો સરકારની મંજૂરી નહીં લેશે, તો અહીં ગેમ્સનું આયોજન કરવામાં નહીં આવશે.

કમિટીનું કહેવુ છે કે, પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા આવી રહેલા ખેલાડીઓને વિઝા ન આપવા એ ઓલમ્પિક ચાર્ટરના નિયમો વિરુદ્ધ છે. ખેલાડીઓની સાથે કોઈપણ મેજબાન દેશ આ પ્રકારનો ભેદભાવ નહીં કરી શકે. કમિટીએ અંતિમ સમય સુધી આ મામલાને ઉકેલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારત તરફથી પાકિસ્તાની ખેલાડીઓને વિઝા આપવામાં ન આવ્યા. ત્યારબાદ IOC તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત તરફથી દાખલ કરવામાં આવેલ આગામી ગેમ્સની અરડીઓને પણ હોલ્ડ પર રાખવામાં આવી છે. સાથે જ કમિટીએ અન્ય ઈન્ટરનેશનલ ખેલ સંઘોને અપીલ કરી છે કે, જ્યાં સુધી ભારત સરકાર લેખિતમાં ખેલાડીઓને સામેલ કરવાની ગેરેંટી ના લે ત્યાં સુધી તે પણ ભારતમાં ગેમ્સનું આયોજન ન થવા દે.

Related posts

યુસુફ પઠાણની સનરાઇઝર્સ હૈદરાબાદને  શાનદાર દાવત

Nawanagar Time

IPLમાં  હાર્દિક પંડ્યા, ‘હેલીકોપ્ટર શોટ’ રમવા તૈયાર

Nawanagar Time

ધવન ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સીરિઝમાંથી બહાર

Nawanagar Time

Leave a Comment