Nawanagar Time
ધાર્મિક

વિજયા એકાદશીના દિવસે છે વિશેષ યોગ, આ રીતે પૂજન આપે અનેક લાભ

on-the-day-of-vijaya-ekadashi-special-yoga-thus-offering-several-benefits-to-worship

બીજી માર્ચે શનિવારે વિજ્યા એકાદશી છે. સાથે જ ત્રિષુષ્કર યોગ પણ છે. જેને લીધે જે કાર્ય કરવામાં આવે તેનું ત્રણ ગણું ફળ મળે છે. આ દિવસે ભગવાન શ્રીરામે સમુદ્ર કિનારે પૂજા કરી હતી. રામજીને સમુદ્ર પાર કરવામાં સફળતા મળી હતી.

વિજ્યા એદાકશી એ ભગવાન વિષ્ણુને અર્પિત છે. જો આ દિવસે ભગવાન વિષ્ણુનું પૂર્ણ ભક્તિભાવથી પૂજન કરવામાં આવે તો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે તુલસીના પાન એકઠાં કરી લેવા જોઈએ. પછી એક એક તુલસી ચડાવતા ચડાવતા વિષ્ણુ સહસ્ત્ર નામ( એટલે કે વિષ્ણુ ભગવાનના હજાર નામ) બોલીને તેને શાલિગ્રામ કે સત્યનારાયણ દેવ કે ખુદ ભગવાન વિષ્ણુ પર અર્પિત કરવા જોઈએ. ૐ વિષ્ણવે નમઃ હજાર બોલીને પણ તુલસીપત્ર ચઢાવી શકાય છે.

વિજયા એકાદશીના દિવસે કળશ પૂજન અવશ્ય કરવું જોઈએ. કારણ કે કળશ કે જેના પર આંબાને કે આસોપાલવના પાન મૂકીને શ્રીફળ મૂકેલું હોય તે ભગવાન વિષ્ણુનું પ્રતીક ગણાય છે. આ કળશ પાણીથી ભરેલો હોવો જોઈએ. આવા કળશનું પૂજન કરવું જોઈએ. પછી ભગવાનને 11 લાલ કે પીળાં ફૂલ અને મીઠાઈ કે પ્રસાદ ધરાવવો જોઈએ.

વિજ્યા એકાદશીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ.

આ મંત્રની માળા કરવી જોઈએ.

ૐ વિષ્ણવે નમઃ મંત્રની માળા કરવી જોઈએ.  ૐ નારાયણાય લક્ષ્મ્યૈ નમઃ  પણ કરી શકાય.

સૂર્ય દેવને જળ ચઢાવવું જોઈએ.

Related posts

શ્રાવણ મહિનાનો અંતિમ સોમવારઃ મહાકાલેશ્વરની શાહી સવારીમાં જોડાયા લાખો ભક્તો

Nawanagar Time

જયા પાર્વતી વ્રતનો પ્રારંભ

Nawanagar Time

જગત મંદિરમાં ધામેધૂમે ઉજવાયો વિજયાદશમી મહોત્સવ

Nawanagar Time

Leave a Comment