Nawanagar Time
બિઝનેસ

નાણાકીય વર્ષના પહેલાં દિવસે સેન્સેક્સ પહેલીવાર 39000ની પાર, નિફ્ટી 11700 અપ

on-the-first-day-of-the-financial-year-the-sensex-crossed-39000-nifty-11700-up-for-the-first-time

સેન્સેક્સનો અગાઉનો રેકોર્ડ 38989.65નો છે

ઓટો, કેપિટલ ગુડ્સ અને મેટલ સેક્ટરના શેરોમાં સારી ખરીદી 

શેરમાર્કેટે નવા નાણાકીય વર્ષ અને અઠવાડિયાની શરૂઆત રેકોર્ડ સાથે કરી છે. સેન્સેક્સ 186 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો. ટ્રેડિગ દરમિયાન તે 344 પોઇન્ટ વધીને 39,017.06 પર પહોંચી ગયો. જે હજુ પણ સૌથી ઉચ્ચ સ્તરે છે. અગાઉનો રેકોર્ડ 29 ઓગસ્ટ 2018નો છે જ્યારે સેન્સેક્સ 38,989.65ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીએ આજે 41 પોઇન્ટ પર 11,665.20થી શરૂઆત કરી. ઇન્ટ્રા-ડેમાં 92 પોઇન્ટના વધારા સાથે 11,715.65 પર પહોંચી ગયો.

માર્ચમાં વિદેશી રોકાણકારોએ 33,980.56 કરોડ લગાવ્યા

ઓટો, કેપિટલ ગુડ્સ અને મેટલ સેક્ટરના શેરોમાં સારી ખરીદી જોવા મળી. નિષ્ણાતો અનુસાર, બીજાં એશિયન માર્કેટમાં તેજીના કારણે પણ ભારતીય માર્કેટના સેન્ટીમેન્ટ સારાં થયા. વિદેશી રોકાણકારો ભારતીય માર્કેટમાં સતત પૈસા લગાવી રહ્યા છે. માર્ચમાં વિદેશી રોકાણકારોએ 33,980.56 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા.

એનએસઇ પર મેટલ ઇન્ડેક્સમાં 1.64%ની તેજી

બીએસઇ પર ટાટા મોટર્સના શેરમાં 6 ટકા અને વેદાંતાના શેરમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો. એનએસઇ પર તમામ સેક્ટર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી. મેટલ ઇન્ડેક્સમાં સૌથી વધુ 1.64 ટકાનો ઉછાળો જોવા મળ્યો.

Related posts

આજથી રાજ્યમાં ઈ-સ્ટેમ્પિંગ શરૂ

Nawanagar Time

મોદી સરકારે રિઝર્વ બેંકને દિવ્યાંગ બનાવી: ઉર્જિત પટેલ

Nawanagar Time

કરી હતી 1200 રૂપિયાથી શરૂઆત, આજે છે 37000 કરોડની કંપનીની માલિક, કઈ રીતે ?

Nawanagar Time

Leave a Comment