Nawanagar Time
ગુજરાત જામનગર

ખેડૂતોના અધિકાર મુદ્દે 8મીએ લડતનું રણશીંગુ ફૂંકાશે

on-the-issue-of-farmers-rights-the-fight-will-blow-on-8-thon-the-issue-of-farmers-rights-the-fight-will-blow-on-8-th

ખેડૂત અધિકાર સંમેલનમાં હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જન અધિકાર મંચના નેતા પ્રવિણ રામ, સ્વામી ચક્રપાણી સહિતના આગેવાનોની હાજરી

જામનગર:-આગામી લોકસભા ચૂંટણી પુર્વે જ ખેડૂતોના હકક અને  મુદ્ે લડતના મંડાણ થયા છે. જેમાં આગામી તા. 8 ના રોજ ઠેબા ચોકડી ખાતે ખેડૂત અધિકાર સંમેલનનું આયોજન કરાયું છે. જેમાં હાદિક પટેલ, જીગ્નેશ મવાણી, પ્રવિણ રામ સહિતના યુવા નેતાઓ ખેડૂતોના હકક માટેની લડાઇનું રણશીંગુ ફુંકનાર હોવાનું અખીલ ભારતીય પંચાયત પરીષદના રાષ્ટ્રીય મહામંત્રી જયંતીભાઇ સભાયાએ પત્રકાર પરીષદમાં જાહેર કર્યું

જામનગર અખિલ ભારતીય પંચાયત પરિષદ દ્વારા આગામી તા.8-2-19ના રોજ શુક્રવારે બપોરે ર વાગ્યે જામનગર જિલ્લા ઠેબા ચોકડી પાસે અખિલ ભારતીય પંચાયત પરિષદ અને કિશાન ક્રાંતિસેનાના નેજા હેઠળ ખેડૂત અધિકાર સંમેલન યોજાનાર હોય જેના અનુસંધાને એક પત્રકાર પરિષદનું આયોજન સરકીટ હાઉસ ખાતે કરાયું હતું. આ સંમેલનનો મુખ્ય હેતુ સરકાર દ્વારા  જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે તથા ખેડૂતોના પાકના પૂરતા ભાવ ન મળવા અને વિમા મેળવવામાં પડતી તકલીફો તેમજ અન્ય ઘણી સમસ્યાઓ જે સરકાર દ્વારા જાણી જોઇને ખેડૂત ઉપર થોપવામાં આવે છે તેના વિરૂઘ્ધમાં ખેડૂતને જાગૃત કરવા અને પોતાના અધિકાર શું છે તે સમજાવવા માટે આ બિનરાજકીય રીતે સંમેલનનું  કરેલ છે.

આ સંમેલનમાં મુખ્ય અતિથી તરીકે યુવા નેતા, ખેડૂત આગેવાન હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, જન અધિકાર મંચના નેતા પ્રવિણ રામ, ખેડૂત આગેવાન સાગર રબારી અખિલ ભારતીય સંઘ સભાના અઘ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજ અને કલ્કી મઠના આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઉપસ્થિત રહેનાર હોવાનું પંચાયત પરીષદના જયંતિભાઇ સભાયાએ જણાવ્યું હતું.  પત્રકાર પરિષદમાં પાસના સૌરાષ્ટ્રના ક્ધવીનર અને પંચાયત પરિષદના મહામંત્રી જેન્તીભાઇ સભાયા, જિલ્લા પ્રમુખ વીરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પાસ ક્ધવીનર હાર્દિક પટેલ જામનગરમાં આવવાના હોય ખેડૂતની વેદના વિશે ચર્ચા કરવાના હોય એ ચર્ચાને કોરાણે મૂકી સૌ કોઇ જેન્તીભાઇ સભાયાને રાજકીય ટીફીનના પ્રશ્ર્નોની ઝડી વરસાવી  તો બીજી તરફ ખેડૂતના પ્રશ્ર્નો કોઇપણ ચુંટણી સમયે જ કેમ પાર્ટીઓને યાદ આવે છે. તેવા પ્રશ્ર્નો પણ પત્રકારોએ પુછયા હતાં? આ તકે અખિલ ભારતીય પંચાયત પરિષદના જેન્તીભાઇ સભાયા અને જિલ્લા પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે જામનગરની ખાનગી કંપનીઓ દ્વારા કરાયેલ દબાણ પ્રદુષણ મુકત જામનગર બનાવીશું તેમજ ખેડૂતના પાક  પ્રીમીયમ, વીજળી સહીતના પ્રશ્ર્ને અમો લડત આપીશું.

આ સંમેલનને સફળ બનાવવા અખિલ ભારતીય પંચાયત પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી જેન્તીભાઇ સભાયા, જામનગર જિલ્લા પ્રમુખ વીરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજા, સૌરાષ્ટ્ર પાસ ક્ધવીનર બ્રિજેશ પટેલ, જામનગર પાસ સમિતિના અંકિત ઘાડીયા, કીશન પરસાણા, અનિલ વાઘેલા, અશ્ર્વિન ગલાણી, ધીરુભાઇ સભાયા, દિનેશ સંઘાણી, કલ્પેશ સાવલિયા, પ્રવિણભાઇ સહિતના  ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

જીજીની કોવિડ લૅબમાં સૅમ્પલનો ભરાવો: રિપોર્ટમાં વિલંબ

Nawanagar Time

આ છે…વાઇબ્રન્ટ ગુજરાત!રાજ્યની 3,863 આંગણવાડીમાં ભૂલકાઓને પીવાનું પાણીયે નસીબ નથી

Nawanagar Time

દેશમાં ડંકો વગાડતો જામનગરનો આર્યન

Nawanagar Time

Leave a Comment