Nawanagar Time
ગુજરાત જામનગર

જીવલેણ હુમલો કરનારા કુખ્યાત આરોપીઓ રિમાન્ડ પર

on-the-remand-of-the-infamous-accused-who-fatal-assault-on-remand

હજુ ફરાર માથાભારે અનિયા સહિતના આરોપીઓ સુધી પહોંચવા પોલીસ તપાસ

જામનગર:-જામનગરમાં પાંચેક માસ પૂર્વે વ્યાપારી પર જીવલેણ હુમલો કરી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વેરણ છેરણ કરી પોલીસની પ્રતિષ્ઠાને હણી લેનાર આરોપીઓ પૈકીના ચાર શખ્સોની એલસીબી પોલિસે લાંબા ગાળા  ધરપકડ કરી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. આ પ્રકરણમાં તાજીયા ગેંગના કુખ્યાત અનિયો  અને હસું પેઢડિયા સહિતના આરોપીઓ ફરાર છે.

જામનગરમાં કુખ્યાત તાજીયા ગેંગના અનવર ઉતફે અનિયો લાંબો ગઢકાઈ સહિતના એકાદ ડઝન માથાભારે શખ્સોએ શહેરના જય ભગવાન એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ મૂળજીભાઈ પટેલના એક્ટિવાને આંતરી લઇ ઘાતક હથિયારોથી હુમલો  દિન દહાડે ગુંડાગિરી આચરી નાશી ગયા હતા. આ ઘટના અંગે પોલીસે ગંભીર રીતે ઘવાયેલા ધર્મેશભાઈની ફરીયાદ નોંધી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે ઊભા થયેલા સવાલોને લઈને એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. પરંતુ એલસીબીની ધીમી તપાસના કારણે આરોપીઓ આજ દિવસ સુધી પોલીસને હાથ લાગ્યા ન હતા. દરમિયાન એલસીબી પોલીસે  આ ગંભીર વરદાતમાં સંડોવાયેલા તાજીયા ગેંગના ફૈઝલ ઉર્ફે બાબુ ચકી યુનુષભાઈ પિંજરા, શબ્બીર ઉર્ફે વસૂલી સલીમ આરબ, ઈમ્તિયાઝ ઉર્ફે છોટુ સોયલ અન્સારી અને જાફર કાસમ વારીયા નામના શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ ચારેય શખ્સોના કબ્જામાંથી મોટર સાયકલ અને બેઝ બોલના ધોકા કબ્જે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં હજુ  ગેંગના કુખ્યાત અનિયો અને હસું પેઢડીયા એજાજ ઉર્ફે એજલો તથા યાકુબ વાઘેર સહિતના શખ્સો ફરાર છે. પોલીસે પકડાયેલા શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે.

Related posts

ખંભાળિયાના પીર લાખાસર ગામના વૃધ્ધનો હત્યારો એક વર્ષે ઝડપાયો

Nawanagar Time

બાળકો ગૂમ થવાના મામલે ગુજરાત દેશમાં પ્રથમ

Nawanagar Time

ખંભાળિયાની ગોકીબાઇ શાળામાં સંડાસને તાળા મરાતા વીડીયો વાયરલ થયો..!

Nawanagar Time

Leave a Comment