Nawanagar Time
ધાર્મિક

મંગળવારે કરો સંકટ નાશન સ્તોત્રનો પાઠ, નહિં રહે કોઈ મુશ્કેલીઓ

on-tuesday-the-hazardous-nation-will-not-be-a-lesson-but-no-difficulties

સિદ્ધિવિનાયક ગણપતિની પૂજા-અર્ચના ફળદાયી અને સર્વ મનોરથ પૂર્ણ કરનારી માનવામાં આવી છે. આપણા વેદ, પુરાણ, શાસ્ત્રોમાં અને ધાર્મિક ગ્રંથોમાં પણ પ્રથમ પૂજ્ય ગણપતિનો મહિમા તેમજ ગુણગાન ગાવામાં આવ્યા છે. ગણપતિની આરાધના માટે ઋષિમુનિઓ અને ઉપાસકોએ અનેક સ્તોત્રની રચના કરી હતી. જેમાં શ્રી ગણેશ કવચ, ગણેશ મહિમા સ્તોત્ર, ગણેશાષ્ટોત્તરશત નામ, સંકટનાશનમ્ ગણેશ સ્તોત્ર, ગણેશ સહસ્ત્ર નામ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામમાંથી સંકટનાશન ગણેશ સ્તોત્રને સૌથી વધારે અસરકારક માનવામાં આવે છે. જે ઘરમાં નિયમિત થાય છે આ પાઠ ત્યાં દુ:ખ, સંકટ, ક્લેશ પ્રવેશ કરતાં નથી. આ સ્તોત્રની રચના નારદજીએ કરી હતી.

સંકટનાશન ગણેશ સ્તોત્ર:-

“શ્રી ગણેશાય નમ:”

પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ |

ભક્તાવાસં સ્મરેન્નિત્યમાયુ: કામાર્થ સિદ્ધયે || 1 ||

પ્રથમ વક્રતુણ્ડં ચ એકદન્તં દ્વિતિયકમ્ |

તૃતીયં કૃષ્ણપિંગાક્ષં ગજવકત્રં ચતુર્થકમ્ || 2 ||

લંબોદર પંચમ ચ ષષ્ઠં વિકટમેવ ચ |

સપ્તમં વિધ્નરાજં ચ ધૂમ્રવર્ણ તથાષ્ટકમ્ || 3 ||

નવમં ભાલચન્દ્રં ચ દશમં તુ વિનાયકમ્ |

એકાદશં ગણપતિં દ્વાદશં તુ ગજાનનમ્ || 4 ||

દ્વાદશૈતાનિ નામાનિ ત્રિસંધ્યં ય: પઠેન્નર: |

ન ચ વિધ્નભયં તસ્ય સર્વ સિદ્ધિકરં પરમ્ || 5 ||

વિદ્યાર્થી લભતે વિદ્યા ધનાર્થી લભતે ધનમ્ |

પુત્રાર્થી લભતે પુત્રાન્ મોક્ષાર્થી લભતે ગતિમ્ || 6 ||

જપેદ્ ગણપતિસ્તોત્રં ષડભિર્માસૈ: ફલમ્ લભેત |

સંવત્સરેણ સિદ્ધં ચ લભતે નાત્ર સંશય: || 7 ||

અષ્ટભ્યો બ્રાહ્મણેભ્યશ્ચ લિખિત્વા ય: સમર્પયેત |

તસ્ય વિદ્યા ભવેત્સર્વા ગણેશસ્ય પ્રસાદત: || 8 ||

॥ ઇતિ શ્રીનારદપુરાણે સંકટનાશનં ગણેશસ્તોત્રં સંપૂર્ણમ્ ॥

Related posts

રાવણ દહનમાં મોદી-મનમોહન અને બાપુની ઉપસ્થિતિ!

Nawanagar Time

જાણો,આ કેદારનાથથી લઈ રામેશ્વરમ સુધી આ શિવ મંદિરોનું રહસ્ય…

Nawanagar Time

અયોધ્યામાં કલમ 144: રામ જન્મભૂમિ કેસ અંતિમ તબક્કામાં

Nawanagar Time

Leave a Comment