Nawanagar Time
સ્વાદ પકવાન

એકવાર બનાવી જુઓ બંગાળની પ્રખ્યાત મીઠાઈમાંથી એક આ ગોળની ચાસણી ના રસગુલ્લા

once-you-create-a-view-of-the-famous-bengal-famous-mithaimanthi-treacle-syrup

સામગ્રી

  • 1 લીટર – દૂધ
  • 500 ગ્રામ – ગોળ (પીસેલો)
  • 2 કપ – ખાંડ
  • 1 ચમચી – આરાલોટ
  • જરૂરિયાત મુજબ – લીંબુનો રસ
  • જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઇમાં દૂધને ઉકાળો, સાથે જે તેમા અડધો કપ પાણી પણ મિક્સ કરો. દૂધમાં ઉભરો આવ્યા બાદ ગેસ બંધ કરી દો. જ્યારે દૂધ થોડૂંક ઠંડુ થાય તે બાદ તેમા લીંબુનો રસ ઉમેરી લો અને તેને ચમચીથી હલાવી લો. જ્યારે દૂધ પૂર્ણ રીતે ફાટી જાય એટલે તેને એક કપડામાં લઇને ગાળી લો. હવે તેને પોટલીની જેમ બાંધી લો. પોટલીને 30 મિનિટ માટે લટકાવીને રાખો તે માવા જેવું બની જાય એટલે તેને નીકાળીને મેશ કરી લો. હવે માવામાં આરાલોટ મિક્સ કરીને તેને 4-5 મિનિટ સુધી મિક્સ કરો અને ગૂંથો. હવે રસગુલ્લા બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે. તેના નાના-નાના બોલ્સ બનાવી લો અને એક પ્લેટમાં રાખો. હવે ચાસણી બનાવવા માટે એક વાસણમાં ખાંડ, ગોળ અને પાણી ઉમેરીને ઓગાળી લો. હવે રસગુલ્લાને ચાસણીમાં ઉમેરીને 15 મિનિટ તેજ આંચ પર રાખો. આંચ બંધ કરીને તેને થોડીક વાર ચાસણીમાં રહેવા દો. તે ઠંડા થાય એટલે તેને તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો. તૈયાર છે ગોળની ચાસણી વાળા રસગુલ્લા..

Related posts

સૂકા નાસ્તા માટે બેસ્ટ છે આ કડક મસાલા પૂરી

Nawanagar Time

આ સિમ્પલ ટ્રીક થી બનાવો સ્વાદિષ્ટ ચટપટાં સીંગ ભુજીયા

Nawanagar Time

સિમ્પલ પુરીથી સારું બનાવી જુઓ પંજાબી સ્ટાઇલઆ પંજાબી પાલક પુરી.

Nawanagar Time

Leave a Comment