Nawanagar Time
ગુજરાત જામનગર

ભૂજિયો કોઠો રિપેર કરવા વધુ એક મુદ્દત, પણ શુ ખરેખર થશે રિપેર ?

one-more-time-to-repair-bhujiyo-kotho

મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા સૈદ્ધાંતિક મંજુરી આપી 5.40 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી, લોકસભા ચૂંટણી બાદ રિપેરિંગ શરૂ થશે

જામનગર: જામનગરમાં ઐતિહાસિક ઇમારત રિસ્ટોરેશન કામગીરીમાં ભેંસ ભાગોળે છાસ છોગાડે અને ઘરમાં ઘમાંઘમ જેવો  સર્જાયો છે, જામનગર મહાપાલિકાએ બે વર્ષ અગાઉ પહેલા મોટે ઉપાડે ઐતિહાસિક ભુજિયા કોઠાનું રિસ્ટોરેશન શરૂ કરવાની જાહેરાત કરી આ માટે કરોડોના બજેટની ફાળવણી પણ કરી દીધી હતી, જોકે ત્યાર બાદ આજ હજુ સુધી કામ શરૂ થયું નથી, અને આ રક્ષિત ઇમારત રિસ્ટોરેશન માટે પુરાતત્વ વિભાગ પાસેથી મંજૂરી પણ મેળવાઈ  હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વાર ભુજિયા કોઠાને રિસ્ટોરેશન માટે સૈદ્ધાંતિક મંજુરી આપી દિધી છે જો કે લોકસભા ચૂંટણી પત્યા બાદ જ આ કામગીરી શરૂ થશે.

જામનગરની ઓળખ અને 2001ના ભૂકંપમાં તૂટી ફૂટી ગયેલા ઐતિહાસિક ભુજીયા કોઠાના ઉપરનો જર્જરિત માળ ઉતારી લેવાયો અને બે વર્ષ અગાઉ આ ભુજીયા કોઠાને રિસ્ટોરેશન શરૂ કરવાની મહાપાલિકાએ જાહેરાત કર્યા પછી હજુ સુધી આ કામગીરી શરૂ થઇ નથી, આજે વર્લ્ડ હેરિટેજ ડે છે ત્યારે 178 વર્ષ જૂનો આ ભુજીયો કોઠો હાલ જીર્ણ ક્ષીણ હાલતમાં છે ઈ સ. 1840માં જામનગર પ્રજાવત્સલ રાજવી જામ રણમલજીએ દુષ્કાળ સમયે નાગરિકોને આપવા લાખોટા કોઠા સાથો-સાથ રણમલ તળાવ સાથો-સાથ આ ભુજીયો કોઠો બનાવાયો હતો, આ કોઠો ગોળ-ગોળ બાંધણીમાં બનાવાયો હતો, આકર્ષક એવા ભુજીયા કોઠાનું સંગીન બાંધકામ કરાવાયું હતું . આ કોઠાનો ઉપયોગ હેલિયોગ્રાફી પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્રો તરીકે થતો હતો. આ કોઠાની ચારો તરફ આ અગાઉના સમયે તોપો ગોઠવાઈ હતી. રાજ્ય તરફથી આ ભુજીયા કોઠાને રક્ષિત સ્મારક જાહેર કરાયેલી છે.લ 2001ના વિનાશક ભૂકંપમાં આ ભુજિયો કોઠો જાર્જિરિત થઇ ગયા બાદ થોડા વર્ષો પછી આ કોઠાના ત્રણ માળ ઉતારી લેવાયા હતા. અને ત્યાર બાદ આ રક્ષિત ઇમારતના રિસ્ટોરેશન માટે જાહેર કરાયું હતું. 3 વર્ષ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રોજેક્ટ માટે રૂા.19 બજેટ ફાળવી આપ્યું હતું. તેમજ રાજ્ય સરકારમાંથી 2.60 કરોડની ગ્રાન્ટ પણ ફાળવી હતી. પરંતુ બે વર્ષથી સૈદ્ધાંતીક મંજુરીની રાહમાં ભુજીયો કોઠો ભેકાર ભાષી રહ્યો છે. ભુજીયો કોઠો માત્ર જામનગરની જ નહીં, પુરા રાજ્યની ઐતિહાસિક ધરોહર છે અને તેનો રક્ષિત ઇમારતમાં સમાવેશ થયેલો છે, ત્યારે લાંબા સમય બાદ અંતે મ્યુનિસિપલ બોર્ડ દ્વારા ભુજિયા કોઠાને રિસ્ટોરેશન માટે મંજુરી આપતાં પુરાતત્વ પ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

Related posts

ઓર્ડર ઓર્ડર !, હવે ચા-નાસ્તા માટે બહાર જવુ પડશે, જામનગરની કોર્ટમાં કેન્ટીન બંધ..

Nawanagar Time

નાગરિકત્વ સુધારણા અધિનિયમ અન્વયે જામનગરની જનતાને શાંતિ જાળવવા અપીલ કરતા જિલ્લા સમાહર્તા રવિશંકર

Nawanagar Time

ટ્રાન્સપોર્ટ-બ્રાસપાટર્સ પેઢી ઉપર જીએસટીના દરોડા

Nawanagar Time

Leave a Comment