Nawanagar Time
ગુજરાત જામનગર

છ મહિલાઑ સહિત આઠ દેશી દારૂના ધંધાર્થીઓ ઝડપાયા તેમાથી એક ફરાર…

one-of-the-fugitives-of-eight-country-owned-liquor-buyers-including-six-women-were-arrested

જામનગર:-જામનગર શહેરના બાવરીવાસ વિસ્તારમાં દેશી દારૂ અંગેના પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં બેજવંતી દિલીપભાઇ પરમાર (ઉ.વ.30) પાસેથી 5 લિટર દેશી દારૂ, સીતા શેરશિંગ કોળી પાસેથી 7 લિટર દેશી દારૂ, રાખી રાજેશભાઈ પરમાર પાસેથી 7 લિટર દેશી દારૂ, રાજેશ અમરશિભાઈ ચૌહાણ પાસેથી 7 લિટર દેશી દારૂ મળી આવતા પોલીસે તમામ ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય શહેરના ગુલાબનગર વિસ્તારમાથી કુંદનબા ભરતસિંહ જાડેજા ના રહેણાંક મકાનેથી 2 લિટર દેશી દારૂ, વિનુ ધારશિભાઈ સાડમિયાના રહેણાંક મકાનેથી 2 લિટર દેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. અન્ય એક શહેર માં ભાનુશાળી વાડમાં રહેતા અલ્લારખા ઉર્ફે જુલો વલીમામદ બ્લોચના રહેણાંક મકાનેથી 5 લિટર દેશી દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. તેમજ આ તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

Related posts

પોલીસ કર્મચારી પર જીવલેણ હુમલો

Nawanagar Time

એસટી ડ્રાઈવરની ભરતી મામલે આંદોલનનું શસ્ત્ર ઉગામતા ઉમેદવારો

Nawanagar Time

હાપા યાર્ડમાં મગફળીના બારદાન ખૂટી પડતાં ખેડૂતો દ્વારા હોબાળો

Nawanagar Time

Leave a Comment