Nawanagar Time
સ્પોર્ટસ

હરભજનનો એક ફડાકો બસ થઇ પડ્યો

one-of-the-harbhajan-singh-blasts-has-happened

છેલ્લા કેટલાક વર્ષોથી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહેલો ઑફ સ્પિનર હરભજન સિંહ ક્રિકેટના મેદાન બાદ હવે રેસલિંગમાં કમાલ દેખાડવા માટે તૈયાર છે. આશ્ચર્ય પામવાની કોઈ જરૂર નથી કારણ કે, ગત સપ્તાહે હરભજન WWE રેસલર ધ ગ્રેટ ખલીની એકેડમીમાં પહોંચ્યો હતો અને તેણે પોતાના ‘તમાચા’ની તાકાત દેખાડી. હરભજને પોલીસનો યુનિફોર્મ પહેરીને આવેલા એક રેસલરને થપ્પડ મારી જેનાથી રિંગની બહાર જઈને પડ્યો.

‘ટર્બોનેટર’ના નામથી જાણીતા હરભજને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ધ ગ્રેટ ખલીની જાલંધરની એકેડેમીમાં દેખાઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસના યુનિફોર્મમાં એક રેસલર તેને ચેલેન્જ કરે છે.

બાદમાં 38 વર્ષીય ભજ્જી રિંગમાં ઉતરે છે અને ચેલેન્જ કરનારા રેસલરને એક જોરદાર તમાચો ફટકારે છે. ભજ્જીના આ તમાચાથી તે રેસલર રિંગની બહાર જઈને પડે છે. જોકે, આ દરમિયાન તે ઘણો ગુસ્સામાં દેખાય છે. હરભજન પણ એક અંદાજમાં જ પોતાના હાથમાંથી માઈક નીચે ફેંકી દે છે.

Related posts

બોલ પર થુંક કે પરસેવો નહીં લગાવાના પ્રસ્તાવ પર ભડક્યા બોલરો

Nawanagar Time

એલિસ પેરી બની મહિલા ક્રિકેટર ઓફ ધ યર

Nawanagar Time

ક્રિકેટમાં બોલ ઉપર થૂંકનો પ્રયોગ કરવા પર લાગી શકે રોક 

Nawanagar Time

Leave a Comment