Nawanagar Time
ગુજરાત જામનગર

રિલાયન્સ કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાંથી એક શખસ ઝડપાયો

one-person-was-arrested-from-the-restricted-area-of-the-reliance-company

જામનગર:-જામનગર નજીક આવેલ રિલાયન્સ કંપનીના પ્રતિબંધિત વિસ્તારમાં ઘુસી ગયેલ એક સખ્સની સામે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. એક આરોપીએ બીજાના નામનો ગેટ પાસ લઇ આરોપીને અંદર ઘુસાડી દીધો હોવાની વિગતો ફરિયાદમાં જાહેર થઇ છે. જો કે આ બંને સખ્સો હાલ પોલીસને હાથ લાગ્યા નથી.

જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં આવેલ રિલાયન્સ કંપનીના કાનાલુશ ગામે આવેલ રીલાયન્સ એલ.સી-8 કોલોનીના પ્રતિબંધિત વિસ્તારમાંથીઓવેશ અહમદ રહે ચાંદબારવા થાના સાઠી જી.ચંપારણ બિહાર નામનો સખ્સ મળી આવ્યો હતો. જેને લઈને કંપનીના એન્જીનીયર અનિલભાઇ કેશવજીભાઇ વરણએ આ સખ્સ સામે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મેઘપર પોલીસે આરોપી ઓવેશ ઉપરાંત મદદગારી કરનારઅઝહરૂદ્દીન સીદ્દીકી રહે એલ.સી-8 કોલોની રૂમ નં 38/8 કાનાલુસ અને મુખ્તારખાન જહીરઆલમખાન રહે એલ.સી-8 કોલોની સામે રોડ પર પતરા કોલોની વાળા સામે પણ ફરિયાદ નોંધી હતી. કાનાલુસ તા.લાલપુર – આરોપી અટક થયેલ નથી. આરોપી ઓવેસીએ આરોપી મુખ્તાર પાસે થી બીજાનો ગેટપાસ લઈ કાનાલુસ રીલાયન્સ એલ.સી-8 મેઈન ગેટથી કોઈ પણ કારણસર પ્રતિબંધીત વિસ્તાર મા ગેરકાયદેસર પ્રવેશ કરી એલ.સી-8 કોલોની રૂમ નં 38/8 મા આરોપી અઝહરુદ્દીને રાખ્યો હતો. પોલીસે આ બન્ને સખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Related posts

રાજ્યકક્ષાના મંત્રી હકુભાનું જામનગરમાં ઠેર-ઠેર સ્વાગત

Nawanagar Time

પીજીવીસીએલમાં કામચોરોને રાડ પડાવી દેશે નવા અધિક્ષક રાડા

Nawanagar Time

જી.જી. હોસ્પિટલમાં હવે ઈમેઈલથી મળશે એપોઈન્ટમેન્ટ

Nawanagar Time

Leave a Comment