Nawanagar Time
ગુજરાત જામનગર

બે શાળાઓ મર્જ કરી છતાં એક પણ વિદ્યાર્થીએ પ્રવેશ લીધો નહીં !

one-student-did-not-get-admission-despite-merger-of-two-schools

વાલીઓની સંમતિ લીધા વિના જ શાળા મર્જ કરાતા શાળા નં.7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટી કઢાવી લીધા

જામનગર:-જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બે સરકારી શાળાઓમાંની એક શાળા નં. 20માં એક પણ  પ્રવેશ ન લેવા મર્જનો ફિયાસ્કો થયો છે. વાલીઓની સંમતિ લીધા વિના જ શાળા મર્જ કરાતા શાળા નં.7માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ લીવીંગ સર્ટી કઢાવી લીધાનું સામે આવ્યું છે.

તાજેતરમાં જ જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની બે શાળાઓને મર્જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ શાળા નં. 7ને શાળા નં.27માં મર્જ કરવામાં  હતી. તેમજ શાળા નં.1ને શાળાને 44માં મર્જ કરાઇ હતી. નગર પ્રાથમિક શાસનાધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને કારણે બન્ને શાળાઓને મર્જ કરાઇ હતી.

મહત્વની વાત એ છે કે, શહેરના રણજીત સાગર રોડ પર નાનકપુરી વિસ્તારમાં કાર્યરત શાળા નં. 7 ને ઘાંચી કોલોની કબ્રસ્તાન પાછળ શાળા નં.20માં મર્જ કરવામાં આવતા  નં.7ના એકપણ વિદ્યાર્થીએ શાળા નં. 20માં પ્રવેશ લીધો નથી.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે, શાળા નં.20 દૂર પડે જેની સામે શાળા નં. 45 અને 11 નજીક પડે તો સમિતિના નિર્ણય લેવા પહેલા આ બાબત સામે કેમ ન આવી? બીજી બાજુ શાળા નં.7માં અભ્યાસ કરવા 44 વિદ્યાર્થીઓ પૈકી એકપણ વિદ્યાર્થીએ શાળા  આવ્યા જ ન હોવાનું બહાર આવ્યું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મર્જ કરેલી શાળા નં.7ના વિદ્યાર્થીઓમાંથી માત્ર 17 વિદ્યાર્થીઓએ શાળા નં.45 અને 11માં પ્રવેશ મેળવ્યો છે. જયારે બાકીના વિદ્યાર્થીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોવાનું બહાર આવ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મર્જ કરાયેલી શાળાઓમાં ફાયદો તો ખાનગી શાળાઓને  હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે મર્જનો ફિયાસ્કો થયાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Related posts

આરટીઇમાં પ્રવેશ માટે 3120 બેઠક માટે ત્રણ ગણા ફોર્મ ભરાયા

Nawanagar Time

શાકમાર્કેટ સામે ટ્રાફિક અવરોધતા 11 રેકડી ધારકો સામે કાર્યવાહી

Nawanagar Time

જામનગરમાં વેબેક્સના માધ્યમથી પ્રથમવાર પત્રકાર પરિષદ યોજતા જિલ્લા કલેકટર રવિશંકર

Nawanagar Time

Leave a Comment