Nawanagar Time
ગુજરાત જામનગર

ટેકાના ભાવે હવે 14 દિવસ જ ખરીદી, 18 હજાર બાકી

only-14-days-left-at-the-support-price-18-thousand-left

જામનગર:-રાજય સરકારની સૂચના મુજબ હાલારમાં આગામી 12 ફ્રેબુઆરીથી ટેકાના ભાવે મગફળીના કેન્દ્ર બંધ થશે.પરંતુ નોંધણી કરાવેલા 43814 ખેડૂતો પૈકી 18628 હજુ બાકી હોય 14 દિવસમાં કામગીરી પૂર્ણ થશે કે કેમ તે સવાલ છે.બંને જિલ્લામાં અત્યાર સુધીમાં 25193 ખેડૂતો પાસેથી 529345 કવિન્ટલ મગફળીની ટેકાના ભાવે ખરીદી  આવી છે.જે પૈકી 19752 ખેડૂતોને રૂ. 21409 લાખનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

રાજયની સાથે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવેમ્બર મહિનામાં લાભપાંચમથી માર્કેટીંગ યાર્ડ ખાતે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જે હજુ ચાલી રહી છે.ટેકાના ભાવે મગફળીની ખરીદીના પ્રારંભે સેમ્પલીંગમાં વિલંબ,  ટેકાના ભાવે મગફળીની ખરીદીના અનુભવનો અભાવ,કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓની બદલી સહીતની સમસ્યાને કારણે ટેકાના ભાવે મગફળીની ધીમી પ્રક્રિયા સહીતના પ્રશ્નોને કારણે ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો.તદ ઉપરાંત મગફળીની ખરીદી થયાના ત્રણ દિવસ બાદ ચૂકવણાની જાહેરાત કરવામાં આવી હતી.પરંતુ સપ્તાહ સુધી ખેડૂતોના બેંક ખાતામાં નાણાં જમા ન થતાં ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ  સમસ્યાઓ અને નાણાંની જરૂરિયાતના કારણે બંને જિલ્લામાં ઘણાં ખેડૂતોએ ઓપન હરરાજીમાં મગફળી વેંચવા મજબૂર બન્યા હતાં.જામનગર જિલ્લામાં કાલાવડ,જામજોઘપુર,લાલપુર અને હાપા(લાલપુર તાલુકાના બીજા તબકકામાં થયેલા રજીસ્ટ્રેશનવાળા ખેડૂતો માટે) તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ,ભાટિયા અને ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે.આ સ્થિતિમાં રાજય સરકારની સૂચના અનુસાર તા.31 જાન્યુઆરી  ખેડૂતોને એસએમએસથી જાણ કરવાની કામગીરી અને તા.12 ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદીની કામગીરી પૂર્ણ કરવાની છે.એટલે કે 12 ફેબ્રુઆરી પછી સરકારની સૂચના મુજબ મગફળીના ખરીદ કેન્દ્રો બંધ કરવામાં આવશે.

Related posts

સરકારી શાળાના આચાર્યોને ચાઈનીઝ ટેબ્લેટ ધાબડી દેવાયા

Nawanagar Time

છકડામાં સ્મશાન યાત્રા…

Nawanagar Time

જામનગર ફાયર બ્રિગેડામાં 2013 બાદ નવા વાહનો આવ્યા જ નથી, ડ્રાઈવર માત્ર 1 ધોરણ પાસ

Nawanagar Time

Leave a Comment