Nawanagar Time
ગુજરાત જામનગર

સર્વર ડાઉનના કારણે ‘કિશાન સન્માન’ માટે માત્ર 15 હજાર અરજી

only-15-thousand-applications-for-kishan-honor-due-to-server-down

જામનગર જિલ્લામાંથી માત્ર 4,500 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 10,874 ખેડૂતોએ અરજી કરી

જામનગર:-દુષ્કાળની પરિસ્થિતિ વચ્ચે ખેડૂતોની હાલત કફોળી છે.ત્યારે ખેડૂતોને આર્થીક સહાય અને સન્માન  હેતુથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ નામની ખેડૂતલક્ષી યોજના અમલમાં મુકી છે.જે યોજના અંતર્ગત બે હેક્ટર જમીનવાળા ખેડુતોને વર્ષે 6000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.જે સહાયનો પ્રથમ હપ્તો લોકસભાની ચુંટણી પહેલા જ આપી દેવા માટે અરજી સ્વિકારવાનું પણ શરૂ કરી દેવાયું છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં બે  જેટલી જમીન ધરાવતા 2,90,345 ખેડૂતો છે. પરંતુ હાલારમાં ગ્રામ્ય પંથકમાં સર્વર ડાઉનની માથાકુટના કારણે માત્ર 15 હજાર ખેડૂતોની 6 હજાર મેળવવા માટે ઓનલાઇન અરજી થઇ છે.

જામનગર 4500 અને દ્વારકા જિલ્લામાં 10874 ખેડૂતોએ અરજી કરી છે. ભારત સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં બે હેક્ટર જમીન ધરાવતા નાના ખેડૂતોને  તબક્કામાં વર્ષે કુલ 6 હજાર રૂપિયા ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.જે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તલાટી મારફતે ગ્રામપંચાયતમાથી ઓનલાઇન અરજી કરવાની છે.જામનગર જિલ્લામાં કુલ વાવેતરલાયક 3.55 લાખ હેક્ટર જમીન આવેલ છે.જેમાં 2.30 લાખ ખેડુતો એવા છે કે,જેમની પાસે બે હેક્ટર જમીન આવેલી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 235839 હેક્ટર વાવેતલાયક  છે.જે પૈકીના બે હેક્ટર જમીન ધરાવતા 60345 ખેડુતો આવેલા છે.બન્ને જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા ખેડુતો દ્વારા અરજી કરવામાં આવી રહી છે.પરંતુ કાગળની લાંબી પ્રોસેસ અને સર્વર ડાઉનના કારણે જામનગર જિલ્લામાં માત્ર 4500 ખેૂતોએ અને દ્વારકા જિલ્લામાં 10874 ખેડૂતોની અરજી આવી છે. સુત્રોના જણાવ્યા મુજબ લોકસભાની  જાહેર થાય તે પુર્વે પ્રથમ રૂ.2000નો હપ્તો ચુકવી દેવાનો છે.પરંતુ સર્વર ડાઉનના કારણે અરજી પ્રક્રિયા ઝડપી બની શક્તી નથી.

સર્વર ડાઉન થવાના કારણે ખેડૂતો હાલ પૂરતાં પ્રમાણમાં સરકારની કિશાન સન્માન નિધિ યોજનાનો લાભ લઇ શકતાં નથી. હાલ હાલારમાં 2.90 લાખ જેટલાં ખેડૂતો છે. છતાં પણ સર્વર ડાઉન હોવાના કારણે  15,000 જેટલાં ખેડૂતો જ આ યોજના માટે અરજી કરી શકયાં છે. સર્વર ડાઉન હોવાના કારણે અરજી પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઇ છે.

નોંધનિય છે કે, પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હેક્ટર જમીન ધરાવતાં ખેડૂતોને વર્ષે રૂા. 6,000ની રોકડ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. આ  પ્રથમ હપ્તો થોડાં મહિનામાં જ ચૂકવાશે તેવું માનવામાં આવે છે.

Related posts

જામનગરના બેટરી ઉત્પાદકના બેંક ગેરેંટીના કેસમાં સ્ટે ઓર્ડર આપતી કોર્ટ

Nawanagar Time

વન્ય પ્રાણી સપ્તાહમાં જ ભાણવડના બે ગામોમાંથી દુર્લભ ઈન્ડિયન રોક અજગર મળી આવ્યા

Nawanagar Time

વીજતંત્રના પાપે સરદાર ઇન્ડસ્ટ્રીયલ ઍરિયાની માઠી: તાળાં મારવાં પડે તેવી હાલત

Nawanagar Time

Leave a Comment