Nawanagar Time
ગુજરાત જામનગર

ગર્ભ પરિક્ષણ માટે સરકારી ચોપડે જિલ્લામાં માત્ર 90ની જ નોંધણી

only-90-registration-in-government-book-district-for-fetus-test

આકસ્મીક ચકાસણી માટે તંત્ર ફ્રી થતું નથી: મોટાભાગે બેકફુટ ઉપર અને ડીફેન્સીવ રમવા ટેવાયેલા અધિકારી વચ્ચે રીટાયરમેન્ટ મોડમાં

જામનગર:-જામનગર જિલ્લામાં એક તરફ ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ ભૃણ હત્યા વગેરે અંગે ફરીયાદો ઉઠવા પામે છે તો બીજી તરફ તંત્ર પાસે ચકાસણીના જવાનો સમય નથી અને જિલ્લાના વડા જયારે  કોઇ પણ પગલા લેવાની બાબત સામે આવે તો પ્રથમ તો ભડકે છે બાદમાં બેકફ્રુટ ઉપર જતા રહે અને જરૂર પડે તો ડીફેન્સીવ રમી સમય કાઢી નાંખે માટે તો કાલાવડમાં ચેક કેસ નોંધવા માટે દિવસોમાં દિવસો કાઢી નાખ્યા હતાં.

પીએચડીટી એકટ હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર પાસે નોંધાયેલ 90 હોસ્પિટલમાં ગર્ભ  માટે અલ્ટ્રા સાઉન્ડ ગ્રાફીંગ મશીનરી છે જો કે તેમાંથી એકટીવ 64 હોસ્પિટલોમાં કાર્યરત 123 મશીન છે જેના વેરીફીકેશન માટે અત્યાર સુધી 211 કેસ પેપર તપાસાયા છે તેમજ છેલ્લા છ વર્ષમાં માત્ર ત્રણ જ કેસ થયા બીજી તરફ અસંખ્ય ઢાકપીછોડા પરીક્ષણ અને અનઈધકૃત ગર્ભના એલોર્થનની પ્રવૃતિ છાનાખુણે ચાલતી હોવાની ચર્ચા

આરોગ્ય તંત્રએ સતાવાર જણાવાયું વર્ષ 12-13માં ડો. રેણુકાબેન શાહની નિર્મલ નર્સીંગ જામનગર, મોટી ખાવડીમાં ડો.મયંક સકસેના સામે વર્ષ 15-16માં અને વર્ષ 17-18માં પર્લ વુમન્સ કલીનીક કાલાવડમાં તપાસ દરમ્યાન કેસ નોંધાયો છે આમ છ વર્ષમાં માત્ર 3 કેસ ચોપટે ચઢયા છે.

બીજી તરફ જગ જાહેર છે તેમ ગર્ભ પરીક્ષણ દરમ્યાન  જાતીનું પરીક્ષણ થાય છે જેની મનાઇ છે અને ભૃણ હત્યાઓ થાય છે. જેની પણ મનાઇ છે. માત્ર માતાને જોખમ હોય કે ગર્ભના બાળકને જોખમ હોય તો ખાસ કિસ્સામાં ભૃણને પકવ થયા પહેલા નિકાલ કરવા મંજુરી અપાય છે પરંતુ જે રીતે આ ક્ષેત્રમાં વ્યાપી છે નોંધણી વગરના ઇન્સ્ટુ્રમેન્ટ કાર્યરત છે  ગેરરીતીઓ વધતી જાય છે જે સેકસ રેશીયાને અસંતુલન કરે છે.

Related posts

જામનગર શહેરમાં 63 હજાર મતદાર વધ્યાં: કાલે મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ

Nawanagar Time

ખેતીને ઉન્નત બનાવવા નવી ટેકનોલોજી સાથે વોટર બેંક પદ્ધતિથી સિંચાઇ જરૂરી..

Nawanagar Time

જામનગરમાં રીક્ષા અને બાઈકમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા ચાર પકડાયા

Nawanagar Time

Leave a Comment