Nawanagar Time
ગુજરાત

જોડિયા રેફરલ હોસ્પિટલમાં માત્ર એક તબિબથી દોડાવતું ગાડું

only-one-stage-carriage-in-twins-referral-hospital

ડોકટરની તત્કાલ ભરતી કરવા તંત્રને તાલુકા પંચાયત સદસ્ય સોનલબેન વાંકે કરી રજૂઆત

જોડિયા:-જોડિયાની રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી માત્ર એક તબિબથી કામ ચલાવાતુ હોવાથી દર્દીઓ ખુબ જ પરેશાન થઇ રહ્યો છે. પરિણામે જોડિયા તાલુકા પંચાયતના સદસ્ય સોનલબેન વાંકે મુખ્યમંત્રી રૂપાણીને વહેલી તકે તબિબની ભરતી કરવા રજૂઆત કરી છે.

જોડિયા ગામએ તાલુકા મથકનું મુખ્ય ગામ છે. જોડિયા ગામે આવેલી રેફરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા વર્ષોથી 1 જ એમ.બી.બી.એસ. ડોકટર કાર્યરત છે. ડોકટર કાર્યરત છે. ડોકટરની જગ્યા ખાલી હોવાના કારણે જોડિયા તાલુકાના તથા ગામના ગરીબ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે. આ રેફરલ હોસ્પિટલ જોડિયા તાલુકાની એકમાત્ર સામુહિક હોસ્પિટલ હોય, જેના કારણે દર્દીઓનો ઘસારો ઘણો જ વધારે રહે છે. તથા આ હોસ્પિટલમાં એક માત્ર એમ.બી.બી.એસ. ડોકટર હોવાના કારણે દર્દીઓને ત્રણ-ત્રણ કલાક સુધી રાહ જોવી પડે છે. કયારેક કેસ ગંભીર પણ બની જાય છે.

આ પ્રશ્ર્ન આરોગ્ય લગત હોય જેના કારણે રેફરલ હોસ્પિટલમાં ડોકટરોનો પુરતો સ્ટાફ ભરવામાં આવે. અથવા તો નજીકના ધ્રોલ તાલુકાની સરકારી હોસ્પિટલમાં હાલ 4 (ચાર) એમ.બી.બી.એસ. ડોકટર કાર્યરત છે તેમાંથી 1 (એક) ડોકટરને જોડિયા સરકારી હોસ્પિટલમાં ડેપ્યુટેશનથી મુકવામાં આવે તો જોડિયા તાલુકાના તથા ગામના ગરીબ દર્દીઓને રાહત થઇ શકે તેમ છે. તેવુ મુખ્યમંત્રી રૂપાણીને કરેલી રજૂઆતમાં જણાવાયું છે.

Related posts

જામનગર આરટીઓમાં ર0 હજારમાં બોગસ લાયસન્સ

Nawanagar Time

180 વર્ષ જૂનો ઐતિહાસિક ભૂજિયો કોઠો નવા વાઘા પહેરશે

Nawanagar Time

જામનગરની મનો દિવ્યાંગ બાળકીની રમત-ગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ

Nawanagar Time

Leave a Comment