Nawanagar Time
ગુજરાત

પોરબંદરના દરિયામાં દિલધડક ઓપરેશન : 9 ઇરાની ઝડપાયા

operation-9-iranian-captives-in-porbandar-sea

રૂા. 500 કરોડનું હેરોઇન ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ બનાવતું કોસ્ટગાર્ડ અને એટીએસ : ડ્રગ માફિયાઓએ ડ્રગ્સ- હેરોઇનનો જથ્થો વિસ્ફોટ કરી ઉડાવી દીધો

પોરબંદર:-પોરબંદરની જળસીમામાંથી ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે નવ ઇરાની  માફિયાઓને ઝડપી લીધા છે. એટીએસની ટીમે દરિયામાં શંકાસ્પદ પ્રવૃત્તિની બાતમીના આધારે કોસ્ટગાર્ડની મદદથી ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમોએ ડ્રગ્સ ભરેલા જહાજને ઘેરી લેતા માફિયાઓએ વિસ્ફોટ કરી જહાજને ઉડાવી દીધું હતું. ચૂંટણી સમયે પાકિસ્તાની ડ્રગ માફિયાઓ દ્વારા આશરે 500 કરોડનું ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવા પ્રયત્નશીલ હોવાનું અને દરિયાઇ  ડ્રગ્સનો જથ્થો રવાના થયો હોવાનું ચોકકસ બાતમી મળતા એટીએસની અને કોસ્ટગાર્ડની ટીમોએ દરિયામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. અને જખૌથી લઇ પોરબંદર સુધી સઘન ચેકિંગ કરવામાં આવતાં પોરબંદર નજીક અંદાજે 500 કરોડથી વધુ ડ્રગ્સનો જથ્થો ભરેલી બોટ આંતરી લેવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ બોટ સુધી પહોંચે તે પહેલાં જ  માફિયાઓએ બોટને ઉડાવી દીધી હતી. જો કે, એટીએસ અને કોસ્ટગાર્ડે 9 ઇરાની શખ્સોની ધરપકડ કરી દીધી છે. અને ડ્રગ્સ માફિયાની પૂછપરછ શરૂ કરી છે.

દરમિયાન ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનના ગવાદીયર પોર્ટ પરથી મોકલાયેલ હોવાનું ખુલ્યું છે. અને પાકિસ્તાનના હમીદ મલિક નામના શખ્સે આ ડ્રગ્સ મોકલ્યું હતું. ઝડપાયેલા તમામ નવ  ઇરાની  નાગરિક છે. ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરી છે. કચ્છની જખૌ આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે આજે સવારે 9 ઇરાકના નાગરિકો સાથે શંકાસ્પદ બોટ હોવાનું જાણમાં આવતા ગુજરાત એટીએસના ગુજરાતના વડા સહિત ટીમ તથા એસઓજીના અધિકારીઓ દ્વારા આ ઓપરેશન શરૂ કરાયું હતું.

ગુજરાત અને ખાસ કરીને  વિશાળ દરિયાઈ માર્ગ હંમેશાને માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યા છે, તેના અનેક ઉદાહરણો પણ પોલીસ ચોપડે નોંધાયા છે, પછી તેમાં ગોસાબારા લેંડીંગ પ્રકરણ હોય કે પછી સલાયામાંથી હેરોઇનના જથ્થા ઝડપાવાની વાત હોય. એવામાં વધુ એક વખત ગુજરાતમાં ડ્રગ્સનો જથ્થો ઘૂસે તે પૂર્વે જ એટીએસ સહિતની ટીમોએ મેગા ઓપરેશન પાર પાડીને  ડ્રગ્સ માફિયાઑને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Related posts

મહાપાલિકામાં મધમાખીનો આતંક: બે સિક્યોરિટી ગાર્ડને સોજાડી દીધા

Nawanagar Time

આહિર ઉમેદવાર નહીં તો સંસદમાં ભાજપનો ચહેરો કોણ??

Nawanagar Time

પ્રવાસની બસો જે અકસ્માતોનો ભોગ બને છે તેને લઈ સરકારે લીધો આ મોટો નિર્ણય…

Nawanagar Time

Leave a Comment