Nawanagar Time
ગુજરાત જામનગર

મહાપ્રભુજીની બેઠક પાસે ઓપરેશન ડિમોલિશન

operation-demolition-at-mahaprabhujis-meeting

30 મીટર રોડ પહોળો કરવા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી: 17 થી 20 દુકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યું: 5 હજાર ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરાઇ

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા આજે મહાપ્રભુજીની બેઠક પાસે નુરી ચોકડી નજીક 30 મીટરનો રોડની કપાતમાં આવતા 17 થી 20 જેટલી દુકાનો ઉપર બુલડોઝર ફેરવી દઇ ઓપરેશન ડિમોલેશન અન્વયે 5000 ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરમાં દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે ત્યારે અંતે મહાનગરપાલિકા દ્વારા ટીપી ડીપીના રસ્તાઓ નિયમ મુજબ કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ અને એસ્ટેટ વિભાગે મહાપ્રભુજી બેઠક નજીક નુરી ચોકડી પાસે ઓપરેશન ડિમોલેશન હાથ ધર્યં હતું અને 17 થી 20 જેટલી દુકાનોનો કડુસલો બોલાવી દીધો હતો.

operation-demolition-at-mahaprabhujis-meeting
operation-demolition-at-mahaprabhujis-meeting

વધુમાં નુરી ચોકડી નજીક મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના આયોજન મુજબ 30 મીટરનો રસ્તો નિકળે છે પરંતુ અહીં બેફામ દબાણો થઇ ગયા હોય અને ખાસ કરીને કોમર્શીયલ બાંધકામો રોડ પર આગળ વધી ગયા હોય મહાનગરપાલિકાએ આજે સવારથી ઓપરેશન ડિમોલેશન હાથ ધરી 17 થી 20 જેટલી દુકાનોનો કડુસલો બોલાવી 5 હજાર ચોરસ ફુટ જગ્યા ખુલ્લી કરાવાઇ હતી.

ઓપરેશન ડિમોલેશન આજની કામગીરીમાં સીટી એન્જીનીયર જોશી, એસ્ટેટ વિભાગના વરણવાભાઇ, ડે. એન્જીનીયર ગોસાઇભાઇ, દિક્ષીતભાઇ અને સુનીલભાઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વારંવાર અપમાન કરાતાં શાળા સંયોજકોએ ધરી દીધા સામૂહિક રાજીનામાં

Nawanagar Time

દૂધની આડમાં શીખંડ, ફલેવર મિલ્ક મંગાવનાર એજન્સી સીલ

Nawanagar Time

સમગ્ર દેશમાં ઈન્કમટેક્સ ચૂકવવામાં ગુજરાત અવ્વલ, જાણો માહીતી..

Nawanagar Time

Leave a Comment