Nawanagar Time
ગુજરાત જામનગર

ઓપરેશન ડિમોલિશન: બુદ્ધવાસમાં લાખો રૂપિયાની જમીન ખૂલ્લી

operation-demolition-land-of-millions-of-rupees-opened-in-buddhas

અદાલતે અરજી કાઢી નાખતાં મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બુદ્ધવાસમાં ગઈકાલે 4 હજાર ફૂટ જગ્યા ખૂલ્લી કરાવાઈ

જામનગર:-જામનગર શહેરમાં સ્મશાન નજીક આવેલી વિવાદિત જગ્યામાં અદાલતે અરજી કાઢી નાખતાં ગઈકાલે એસ્ટેટ શાખાએ 4 અનઅધિકૃત મકાન દૂર કરી  લાખોની કિંમતની 4000 ફુટ જગ્યા ખુલ્લી કરી હતી. અને આજે પણ ઓપરેશન ડિમોલિશન ચાલુ રાખવા નકકી કર્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોમાં આજનું ડિમોલિશન રદ્ થયું હોવાનું  જાણવા મળ્યું છે. જો કે, ડિમોલિશનની કાર્યવાહીથી અસરગ્રસ્તો રીતસર રડી પડ્યાં હતાં.

જાણવા મળ્યાં મુજબ  આદર્શ સ્મશાન નજીક આવેલા બુદ્ધવાસમાં છેલ્લા 40 વર્ષથી પાંચ પરિવારો દ્વારા મહાપાલિકાની જમીનમાં રહેણાંક મકાન ઉભા કરી લેવામાં આવ્યા હતાં. જેમાં કાનૂની વિવાદ બાદ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા બુધવારે ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સવારે એસ્ટટ શાખાના કર્મચારીઓ મકાન તોડપાડ માટે જતાં પરિવારજનોએ વિરોધ કરતાં અને લોકોના ટોળાં એકત્ર થઇ જતાં વાતાવરણ તંગ બની ગયું હતું.આથી બપોર પછી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાર મકાનો તોડી પાડવામાં આવ્યા હતાં અને 4000 ચોરસ ફુટ જેટલી જગ્યા ખુલ્લી કરાવામાં આવી હતી.અત્રે નોંધનીય છે કે,જે જગ્યા પર 4 પરિવારજનોએ મકાન બનાવ્યા તે અંગે કોર્ટમાં કેસ ચાલ્યો હતો.જેમાં અદાલતે પરિવારોની અરજી કાઢી નાંખતા મનપા દ્વારા ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.મકાન તોડી પડવામાં આવતા પરિવારજનો રડી પડયા હતાં. વધુમાં આજે પણ મહાનગર પાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સવારથી બુદ્ધવાસ વિસ્તારમાં બાકી રહેલાં બાંધકામો તોડવાની કામગીરી હાથ ધરવા નકકી કર્યું હતું પરંતુ અનિવાર્ય સંજોગોમાં આજનું ડિમોલિશન મોકૂફ રહ્યું હતું.

Related posts

ઉભરાતી ભૂગર્ભ ગટરો માટે સવા કરોડનું આંધણ કરશે મહાપાલિકા

Nawanagar Time

હાલારમાં કોંગ્રેસની ચારેય વિધાનસભા બેઠકોમાં ભાજપને જંગી લીડ

Nawanagar Time

ઓખા નગરપાલિકાના ચાર ગામોમાં 13.30 કરોડના ખર્ચે વિકાસ કામોનું લોકાર્પણ

Nawanagar Time

Leave a Comment