Nawanagar Time
ગુજરાત

રીલાયન્સની લેબર કોલોની નજીક ઓપરેશન ડિમોલિશનનો તખ્તો તૈયાર

operation-demolition-settlement-near-reliances-labor-colony

ગેઈટ નં.8 ની સામે સરકારી ખરાબામાં થયેલાં દબાણ મામલે ધડાધડ નોટિસ ફટકારતા મામલતદાર

લાલપુર:-જામનગર જિલ્લામાં સરકારી ખરાબાની જમીનને પોતાના પૂર્વજોની મિલ્કત સમજી દબાણ કરતાં ભૂમાફિયાઓ સામે અંતે તંત્રએ લાલ આંખ કરી છે. લાલપુરના આરબલુસ નજીક રિલાયન્સ લેબર કોલોની  સરકારી ખરાબાને ઘેરી લઈ ધંધાર્થીઓ દ્વારા કાચા-પાકા બાંધકામ ખડકી દેવાતાં આ મામલે લાલપુર મામલતદાર દ્વારા ઓપરેશન ડિમોલિશનનો તખ્તો તૈયાર કરી લઈ ધડાધડ નોટિસો ફટકારતા ગેરકાદે દબાણ કરનારાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લાલપુર મામલતદાર કિર્તન પરમાર દ્વારા લાલપુર તાલુકાના આરબલુસ ગામ નજીક રિલાયન્સ ઈન્ડ.ના લેબર કોલોનીના  નં.8 ની સામે આવેલ સરકારી ખરાબાની કિંમતી જમીનમાં પતરાની કેબિન, દુકાન સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉભાં થઈ જતાં તમામને નોટિસ ફટકારી દિવસ 8 માં દબાણો દૂર કરવા તાકિદ કરી છે.

વધુમાં લાલપુર મામલતદાર દ્વારા આરબલુસ ગામના સરકારી ખરાબાના સર્વે નંબરમાં ખડકાઈ ગયેલાં ગેરકાયદેસર બાંધકામો અંગે તમામ દબાણકર્તાઓને નોટિસ ફટકારી દિવસ  સુધીની મુદ્દત આપવામાં આવી છે અને જો આ ધંધાર્થી પાસે કોઈપણ જાતના પુરાવા હોય તો પુરાવા પણ આપવા જણાવાયું છે.

ઉલ્લેખનિય છે કે, સરકારી ખરાબાની જમીન ઉપર ખડકાઈ ગયેલાં આ ગેરકાયદેસર બાંધકામોમાં હાલ ગેરકાયદેસર વીજ જોડાણ પણ લઈ લેવામાં આવ્યા છે. ત્યારે વીજ તંત્રએ આ ગેરકાયદે ધંધાર્થીઓને કોની મંજૂરીથી  જોડાણ આપ્યા છે? તે સહિતની બાબતોની તપાસ કરવાની સાથોસાથ ઓપરેશન ડિમોલિશનનો તખ્તો ઘડાઈ જતાં ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ મચી જવા પામી છે.

Related posts

ગોધરાકાંડની તપાસનો રીપોર્ટ ટૂંકમાં રાજ્યની વિધાનસભામાં રજૂ કરાશે

Nawanagar Time

હાપા યાર્ડમાં ચંદ્રેશ પટેલ હાર્યા બાદ જીત્યા: 18 મી એ સુનાવણી

Nawanagar Time

અમૂલે લોન્ચ કર્યુ ઊંટડીનું દૂધ

Nawanagar Time

Leave a Comment