Nawanagar Time
ખંભાળિયા

ચૂંટણીને પગલે દ્વારકામાં પરવાનેદારોને હથિયારો જમા કરાવવા આદેશ

ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગમી સમયમાં યોજાનાર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત મતદાન તા.28 ફેબ્રુઆરીના રોજ થનાર છે.

આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજયના એકમ હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. જિલ્લા તથા તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને ઉમેદવાર, સંભવિત ઉમેદવાર, કોઇપણ રાજકીય પક્ષ કે કોઇપણ વ્યક્તિ- સંસ્થા દ્વારા ચુંટણી સબંધી સભા, સરઘસ, રેલી કે તેવા કોઇ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચુંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતીપુર્ણ વાતાવરણમાં યોજાય, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્રકુમાર મીનાએ તેમને મળેલ સતાની રૂએ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા આત્મરક્ષણના તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો નિશ્વિત (અપવાદ સિવાયના) એ તેમના હથિયાર પરવાનાઓ સાત દિવસ માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી, તે અંગેની પહોંચ મેળવી લેવી. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સુચના ગણી હથિયારો જમા કરાવી દેવા હુકમ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, બેંકના રક્ષણ માટે બેંકના મેનેજર હોદાની રૂએ પરવાનો મંજુર કરાયેલ હોય તે પરવાના અન્વયેના હથિયારોને, માન્યતા ધરાવતી સિકયોરીટી તેમજ એજન્સીઓના ગનમેન, કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોમર્શીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટ લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારીને, મોટા ઔદ્યોગિક એકમો, જાહેર સાહસો, બોર્ડ કે નિગમની સલામતી માટે જે એકમ સંચાલક જવાબદાર અધિકારીના નામે મંજુર કરાયેલા પરવાના અન્વયેના હથિયારો, મોટા અને મહત્વના ધાર્મિક સ્થળોના મુખ્ય સંચાલક, મહંત, પુજારીના નામે મંજુર કરાયેલા પરવાના અન્વયેના હથિયારો, જિલ્લા મેજીસ્ટ્રેટ અથવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ ખાસ પરવાનગી આપેલ હોય તેઓને લાગુ પડશે નહી.

ઉપરોકત તમામ હથિયારો ચુંટણી પ્રક્રિયા પુર્ણ થયા પછી સાત દિવસમાં સબંધિત તમામ પરવાનેદારોને પરત સોંપી આપવા અંગેની કાર્યવાહી સબંધિત પોલીસ સ્ટેનના અધિકારીઓએ પૂર્ણ કરી લેવાની રહેશે. આવા હથિયારો સમયસર પરત મેળવી લેવાની જવાબદારી સબંધિત પરવાનેદારની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ જણાવાયું છે.

Related posts

બેટ-દ્વારકામાં પત્નીની હત્યા કરી લાશ દાટી દેનાર નરાધમ પતિ ઝડપાયો

Nawanagar Time

ખંભાળિયા જિલ્લા પંચાયતમાં કોરોનાનો ફૂંફાડો

Nawanagar Time

ખંભાળિયામાં મકરસંક્રાંતે વીજકાપ

Nawanagar Time