Nawanagar Time
ગુજરાત જામનગર

ભાજપના વિજય વિશ્ર્વાસ સંમેલનમાં ઓશવાળ મેદાન ટૂંકુ પડ્યું

oshwad-maidan-shortened-at-bjps-vijay-vishwas-sammelan

ચૂંટણી પૂર્વે જ લોકલાડીલા સાંસદ પૂનમબેન માડમના જીતના જશ્ન જેવો માહોલ: વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવતી વેળાએ સમર્થકોમાં અનેરો ઉત્સાહ

જામનગર:-આગામી તા.ર3, એપ્રિલના રોજ યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ વિજય વિશ્ર્વાસ  ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાજતે-ગાજતે ઉમેદવારીપત્ર ભર્યા હતાં. ત્યારે આ તકે ‘કહો દિલસે, પૂનમબેન ફીરસે..’ ના નારાઓની ગૂંજ્યા હતા અને ચૂંટણી પૂર્વે જ  સાંસદ પૂનમબેનની જીતના જશ્ન જેવો માહોલ સર્જાયો હતો.

ગઈકાલે ભાજપના લોકલાડીલા ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પૂર્વે જામનગરના  સેન્ટર ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા વિજય વિશ્ર્વાસ સંમેલનમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણી,  કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા, કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ અધ્યક્ષ હસમુખભાઈ હિન્ડોચા, 77-જામનગરના ભાજપના ઉમેદવાર રાધવજીભાઈ પટેલ, મંત્રી વાસણભાઇ આહીર, રમણભાઈ વોરા, પૂર્વ મંત્રી ચીમનભાઈ  સહિતના અગ્રણી નેતા ઉપસ્થિતિ રહ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ચૂંટણી જંગ પૂર્વે યોજાયેલા આ વિજય વિશ્ર્વાસ સંમેલનમાં હાલારભરમાંથી આવેલા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ, હોદ્દેદારો, અગ્રણીઓ સ્વયંભૂ ઉપસ્થિત રહેતાં લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન હોય તેવો માહોલ સર્જાયો હતો. અને એક તબક્કે ઓશવાળ સેન્ટરનું મેદાન ટૂંકું પડ્યું  ધોમ ધખતા તાપની પરવા કર્યા વિના હાજર રહેલાઓએ ઓશવાળ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી વિજય સરઘસ પ્રકારે  ‘કહો દિલસે, પૂનમબેન ફીરસે..’ ના નારાઓ લગાવ્યા હતા.

વિજય વિશ્ર્વાસ સંમેલન બાદ લોકસભાના લોકલાડીલા ઉમેદવાર પૂનમબેન માડમ વાજતે-ગાજતે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી. એક તબક્કે સરઘસમાં જોડાયેલા હાલારભરના સમર્થકોની રસ્તા ઉપર એટલી ભીડ  થઇ હતી કે રસ્તા જામના દ્રશ્યો સર્જાયા હતા.

Related posts

જામીન પડેલા યુવાનને ફાયનાન્સ પેઢીવાળા પરેશાન કરતા આપઘાત

Nawanagar Time

કાલે લોકસભા-વિધાનસભા મતગણતરી: ભારે ઉત્તેજના

Nawanagar Time

રોડ રસ્તા મુદ્દે દિલ્હીની ટીમના શહેરમાં ધામા, રીપોર્ટ રજૂ કરાશે

Nawanagar Time

Leave a Comment