Nawanagar Time
ઇન્ટરનેશનલ

પાકિસ્તાન દેવાળુ ફૂંકવાને આરે

pakistan-shakes-off-with-debt

દેશ મંદી, બેકારી, મોંઘવારીના જડબામાં: પાકિસ્તાનના નાણામંત્રીનો સ્વીકાર

ઇસ્લામાબાદ:-પાકિસ્તાનના નાણાં મંત્રી અસદ અમરે એક નિવેદનમા કબૂલાત કરતા જણાવ્યુ છે કે પાકિસ્તાનનુ મૂલ્ય  ઋણ  એટલુ વધી ગયુ છે કે દેશ હવે  દેવાળિયાના આરે આવી ગયો છે. તેમણે સોશિયલ મીડિયા પર દેશની અર્થવ્યવસ્થા અગે જણાવ્યુ હતુ કે દેશને તેની અર્થવ્યવસ્થા ચલાવવા માટે હવે  નાણા ભંડોળ પાસે સહાય માગવાની નોબત આવી છે. તેમણે વધુમા જણાવ્યુ હતુ કે દેશમા મોઘવારીએ સમાજના તમામ વર્ગના લોકો પર સમાન અસર કરી છે. જોકે એ વાત સાચી છે કે તેના કારણે ગરીબ લોકો પર વધુ અસર પડી છે. તેમ છતાં ઉચ્ચ આવકવાળા વર્ગના લોકો કરતા ગરીબો પર મોંઘવારીની  ઓછી જોવા મળી છે. તેમણે એમપણ જણાવ્યુ હતુ કે અર્થવ્યવસ્થામા મંદી છે જેના કારણે રોજગારીનો દર ધીમો જોવા મળી રહ્યો છે.ત્યારે દેશના કેટલાંક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે નાણાંમંત્રીની નીતીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર થઈ છે અને દેશ આજે કંગાળ થવા તરફ આગળ વધી રહ્યો છે.  છતાં કેટલાંક કારણોસર વર્તમાન સરકારના  શાસનમા પાકિસ્તાનના ઈતિહાસમા પહેલી વાર નિકાસનો દર વધી નથી શક્યો. પહેલાની આર્થિક નીતીના કારણે ડોલર મજબૂત થયો  હતો. તેના કારણે આ દેશની અર્થવ્યવસ્થાને વધુ નુકસાન થયુ છે, જોકે  આવી સ્થિતી માગ અને પુરવઠાને કારણે પણ ઉભી થઈ હોવાનુ  તેમણે  જણાવ્યુ છે. આ રીતે પાકિસ્તાન  દેવાળિયાની કગાર પર આવી ગયો હોવાની વાત તેમણે એક મુલાકાતમા કબૂલી હતી.

Related posts

કુલ ચાર ઇનિંગની ટી-20ના વિચાર સામે ગંભીર અને બ્રેટ લીનો વિરોધ

Nawanagar Time

પાકિસ્તાનની આર્થિક હાલત કથળી ગઈ, ટમેટા 300 રુ. કિલો, સોનું 86 હજારને પાર

Nawanagar Time

ICCની ગાઇડલાઇન અંગે અનેક મુદ્દા પર હજુ સ્પષ્ટતાની છે જરૂર: શાકિબ

Nawanagar Time

Leave a Comment