Nawanagar Time
ઇન્ટરનેશનલ નેશનલ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાની પીએમની પહેલી પ્રતિક્રીયા, આતંકીઓનો કર્યો લુલ્લો બચાવ

pakistani-pms-first-reaction-after-the-pulwama-attack

નવી દિલ્હી:-પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પહેલી પ્રતિક્રિયા આપી છે. જેમાં તેણે પોતાનો દેશ નિર્દોષ હોવાનો લુલ્લો બચાવ કર્યો છે. પાકિસ્તાને પીએમએ એમ પણ કહ્યું કે, મને આ હુમલાના પુરાવા આપો, હું એક્શન લઈશ. તમારી પાસે પાકિસ્તાનની સંડોવણી હોવાનો પુરાવો હોય તો અમને આપો.

14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં હુમલાના પાંચ દિવસ બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનનું રિએક્શન આજે સામે આવ્યું છે. આ હુમલા બાદ પાકિસ્તાન પર સતત સવાલો ઉઠી રહ્યા છે. જેથી વડાપ્રધાન ઈમરાન ખાને પહેલીવાર દુનિયાની સામે આવીને પોતાનો પક્ષ રાખ્યો છે. તેમણે સીધી રીતે ભારતને કહ્યું કે, જો તમે સમજો છો કે, તમે પાકિસ્તાન પર હુમલો કરવાના વિશે વિચારશો, તો અમે વિચારીશું નહિ, પરંતુ તેનો જવાબ આપીશું. તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનની સરકાર પુલવામા હુમલાને લઈને વગર કોઈ પુરાવાએ પાકિસ્તાન પર આરોપ મૂકી રહી છે. અમે પહેલા એટલા માટે જવાબ ન આપ્યો કે, સાઉદી પ્રિન્સની મુલાકાતને લઈને અમારું ધ્યાન હતું. જ્યારે ક્રાઉન પ્રિન્સ પરત ગયા, તો હવે હું જવાબ આપી રહ્યું છે.

પુરાવા આપો
તેમણે કહ્યું કે, હિન્દુસ્તાનની સરકાર કોઈ પુરાવા વગર પાકિસ્તાન પર આરોપ મૂકી રહ્યું છે. પાકિસ્તાન આવું કેમ કરે, તેનાથી અમને શું ફાયદો થશે. જો ભારત સરકાર અમને કોઈ પુરાવા આપશે તો અમે આ મુદ્દે તપાસ કરવા માટે તૈયાર છીએ. પોતાના નિવેદનમાં પાકિસ્તાની પીએમએ કહ્યું કે, ગત 15 વર્ષથી અમે પણ આતંકવાદની સામે જંગ લડી રહ્યા છે. અમને તેનાથી કોઈ ફાયદો નથી. આતંકવાદમાં અમારા 70 હજાર પાકિસ્તાની માર્યા ગયા છે. દર વખતે કાશ્મીરમાં કંઈ પણ થાય છે, તો પાકિસ્તાન પર આરોપ લગાવાયા છે. આતંકવાદથી અમને પણ ઘણુ નુકશાન થયું છે.

પહેલા કાશ્મીરનો મુ્દો સોલ્વ કરો
તેમણે કહ્યું કે, અમને આનાથી શું ફાયદો. કાશ્મીરમાં કંઈ પણ થાય છે તો તમે પાકિસ્તાન તરફ આંગળી ચીંધો છો. કાશ્મીરનો મુદ્દે ડાયલોગ્સ શરૂ કરો તે માટે તમે પાકિસ્તાનને વોર રૂમ બનાવો છે. અમે સ્ટેબિલિટી ઈચ્છીએ છીએ. એક નવો વિચાર આવવો જરૂરી છે. કાશ્મીરના નવયુવાનોના માથા પરથી આજે મોતનો ડર ઉતરી ચૂક્યો છે. કોઈ તો કારણ હશે. જો તમને લાગે છે કે મિલીટ્રી દ્વારા જુલ્મ કરવો જે આજ સુધી સફળ નથી થયું તો હવે થશે. હિન્દુસ્તાનમાં આ વિશે ડિસ્કશન થવું જોઈએ. તેમણે કહ્યું કે, જો તમે અફઘાનિસ્તાનની અંદર જો એ નક્કી થઈ ચૂક્યુ છે કે સેના જ સોલ્યુશન નથી, તો હિન્દ્સુતાનમાં પણ કાશ્મીરને લઈને વાત થવી જોઈએ.

હુમલો કર્યો તો જવાબ આપીશું
ઈમરાને કહ્યું કે, હિન્દુસ્તાનમાં લોકો કહી રહ્યા છે કે, પાકિસ્તાનને સબક શીખવાડવું જોઈએ. કોઈ પણ કાયદો કોઈને પણ જજ બનવાની પરમિશન નથી આપતું. હાલ ભારત માટે ઈલેક્શનનો સમય છે. તેથી જો તમે વિચારો છો કે, પાકિસ્તાન પર હુમલો કરવો જોઈએ, તો અમે જવાબ આપવા માટે બિલકુલ તૈયાર છીએ. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે, યુદ્ધ શરૂ કરવુ સરળ છે. પરંતુ તેને પૂરી કરવી બહુ જ મુશ્કેલ છે. આ મુદ્દો ડાયલોગ્સ અને વાતચીતથી સોલ્વ થશે.

Related posts

અયોધ્યા કેસમાં મધ્યસ્થતા સમિતિને વધુ ત્રણ માસની મુદ્દત

Nawanagar Time

દિશાનું ડેરીંગ: ‘મલંગ’ માટે જાતે સ્ટન્ટ્સ કર્યા

Nawanagar Time

Movie Review: તો સાહો ફિલ્મ જોવી કે નહીં?

Nawanagar Time

Leave a Comment