Nawanagar Time
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો છીનવાયો

pakistans-most-favored-nation-status-has-been-stripped

સીએસએસની બેઠક બાદ મોદી સરકારે આકરાં પગલાંના નિર્દેશો આપ્યા

 

નવી દિલ્હી:-સીએસએસની બેઠક પછી અરુણ જેટલી અને નિર્મલા સીતારમણે મીડિયા સાથે વાત કરી હતી. તેમાં અરુણ જેટલીએ જણાવ્યું કે, આ બેઠકમાં પુલવામા હુમલા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બેઠકમાં ઈજજની બેઠક પછી  સરકારે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (ખઋગ) નો દરજ્જો છીનવી લીધો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામામાં પર થયેલા આતંકી હુમલા વિશે કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટ કમિટીની બેઠકમાં રક્ષા મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી અને નાણાં મંત્રી પણ સામેલ થયા હતા. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી.

જમ્મુ  લેથપોરામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 44 જવાન શહીદ થયા છે. ઘટનાની તપાસ ગઅઈંને સોંપવામાં આવી છે. એનઆઈએની 12 સભ્યોની ટીમ શુક્રવારે હુમલાવાળી જગ્યાએ ફોરેન્સિક પુરાવા ભેગાં કરવા જશે. આ ટીમમાં એક આઈજી રેન્કના ઓફિસરને પણ સામેલ કરવામાં આવ્યા છે.

જમ્મુથી શ્રીનગર જતી સીઆરપીએફની 78 ગાડીઓના કાફલા પર આતંકીઓએ  હુમલો કર્યો છે. આ કાફલામાં 2547 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. વિસ્ફોટકથી ભરેલી ગાડી દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલાં ઓક્ટોબર 2001માં કાશ્મીર વિધાનસભા ઉપર પણ આ પ્રકારનો જ હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 38 લોકોના મોત થયા હતા.

ગૃહમંત્રી  સિંહ આજે સીઆરપીએફના કાફલા પર હુમલાની માહિતી મેળવવા માટે શ્રીનગર જશે. તે સિવાય તેઓ અહીં સિનિયર સુરક્ષા અને પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. તેમાં આગામી કાર્યવાહી વિશે પણ ચર્ચા કરવામાં આવશે.

તપાસ માટે એનઆઈએની સાથે નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ (એનએસજી)ના એન્ટી ટેરર એક્સપર્ટ પણ શ્રીનગર જશે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એનએસજીના  કેટ કમાન્ડોની ફોર્સના વિસ્ફોટક એક્સપર્ટની એક ટીમ પણ એનઆઈએની મદદ કરશે. માનવામાં આવે છે કે, આતંકીએ જે ગાડીથી સીઆરપીએફની ગાડી પર હુમલો કર્યો છે તેમાં 100 કિલો વિસ્ફોટ ભરવામાં આવ્યો હતો.

જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાન્ડોએ ગુરુવારે બપોરે 3.15 વાગે આત્મઘાતી હુમલો કર્યો હતો. તેણે એક ગાડીમાં  ભરીને રાખ્યા હતા. જેવો સીઆરપીએફનો કાફલો લેથપોરાથી પસાર થયો આતંકીએ રોંગ સાઈડમાં આવીને તેની કાર જવાનો બેઠા હતા તે બસ સાથે અથડાવી દીધી હતી. જે બસને હુમલા માટે ટાર્ગેટ કરવામાં આવી હતી.

Related posts

માહિ ક્રિકેટરોને આપે છે નવી જિંદગી: બ્રાવો

Nawanagar Time

વિશ્વની સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લીટ બનતી નાઓમી ઓસાકા

Nawanagar Time

શ્રીલંકામાં તોફાનો ફાટી નીકળ્યા: સંચારબંધી અમલી

Nawanagar Time

Leave a Comment