Nawanagar Time
ગુજરાત જામનગર

પન્ના ડેમ ખેડૂતો માટે નહીં રિલાયન્સ-એસ્સાર માટે: હાર્દિક પટેલ

panna-dam-for-farmers-not-for-reliance-essar-hardik-patel

હાલારના ખેડૂતોને પાકવીમા, સિંચાઇના પ્રશ્ર્ને અન્યાય: જમીન રીસર્વેમાં ગરબડ ગોટાળાને કારણે લોકોમાં ઝઘડા વધ્યા.

મહાકાય ઇન્ડસ્ટ્રીઝ હોવા છતાં સ્થાનિક યુવાનો બેરોજગાર: ઈન્ડસ્ટ્રીઝ સામે વાંધો નથી, ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ફેલાવાતા પ્રદૂષણ સામે તકલીફ

જામનગર:-લડાયક યુવા નેતા  પટેલે જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા મન બનાવી લીધું છે ત્યારે ‘નવાનગર ટાઇમ’ સાથેની ખાસ ટેલીફોનીક વાતચીત દરમ્યાન હાર્દિક પટેલે હાલારના ખેડૂતોની સમસ્યા અને યુવા વર્ગ માટે રોજગારીના પ્રશ્ર્ને લડત શરૂ કરી દિધી હોવાનું જણાવી રિલાયન્સ-એસ્સારને આડે હાથ લેતાં ઉમેર્યું હતું કે, વર્ષોથી કાનાલુસ અને સસોઇ વચ્ચે આવેલો  ડેમ આજે રિલાયન્સ-એસ્સાર જેવી જાયન્ટ ઇન્ડસ્ટ્રીઝએ કબ્જે કરી લઇ ખેડૂતો અને ગ્રામીણ જનતાની પીવાના પાણીની અને સિંચાઇની સુવિધા ઝૂંટવી લીધી છે. ત્યારે ચોકકસપણે જો હું લોકસેવક બનીશ તો પુન: લોકોની સુવિધા માટે આવા મહત્વપૂર્ણ પ્રશ્ર્ને લડત આપી પ્રજાની સુવિધા પ્રજાને પાછી અપાવીશ.

લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું  અને જામનગર લોકસભા બેઠક માટે રોજે-રોજ નવા સમિકરણો રચાઇ રહયા છે ત્યારે યુવા હૃદયસમ્રાટ હાર્દિક પટેલે જામનગરથી લોકસભા ચૂંટણી લડવા તૈયારી શરૂ કરી દિધી છે. ‘નવાનગર ટાઇમ’ એ હાર્દિક પટેલ સાથે ખાસ ટેલીફોનીક વાતચીત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ જયાં આવેલી છે તેવી   લોકસભા બેઠક હેઠળ આવતાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો આજે દુ:ખી છે ખેડૂતોને સમયસર પાકવીમો નથી મળતો કે, નથી સરકારની સહાય મળતી એક તરફ દરિયાઇ ખારાશ આગળ ધપી રહી છે અને બીજી તરફ ખનિજ સંપદાથી ભરપુર હાલાર પંથકમાં ભૂમાફિયાઓ ખેડૂતો પર સિતમ વરસાવી કિંમતી ફળદ્રુપ જમીન હડપ કરી  છે.

વધુમાં હાર્દિક પટેલે ઉમેર્યું હતું કે હાલમાં સમગ્ર રાજયમાં રીસર્વેના જે નાટકો થયાં છે તેમાં હાલાર પંથકમાં ખેડૂતોને ભારોભાર અન્યાય થયો છે રાજય સરકારની અણઆવડતને કારણે રીસર્વે બાદ ખેડૂતોને અંદરો અંદર લડાઇ ઝઘડા થઇ રહ્યા છે. એ જ રીતે લાલપુર, જામજોધપુર, કાલાવડ સહિતના વિસ્તારોના ખેડૂતો પણ સિંચાઇ, પાકવીમા  પ્રશ્ર્ને મુશ્કેલી ભોગવી રહ્યા હોય ખેડૂતોના હિતમાં હાલાર પંથકની સમસ્યા પર ઘ્યાન કેન્દ્રિત કર્યું છે.

હાર્દિક પટેલે જણાવે છે કે, છેલ્લા સાડા ત્રણ વર્ષથી ભાજપ સરકાર સામે લડત લડી રહ્યો છું. ચાહે ખેડૂતોનો પ્રશ્ર્ન હોય કે યુવાનોનો પ્રશ્ર્ન હોય મારી લડત સતત ચાલુ રહેશે તેમ કહેતાં હાર્દિક ઉમેરે છે  આજે હાલારમાં મહાકાય ઇન્ડસ્ટ્રીઝ આવેલી હોવા છતાં સ્થાનિક યુવાનોને રોજગારી નથી મળતી. હાલાર જેવા સમૃદ્ધ જિલ્લામાં એન્જીનિયરીંગ કે મેડિકલ કોલેજની પુરતી સુવિધા નથી અને ખાનગી શાળાઓ મન ફાવે તેવી ફી વસુલી લોકોને રીતસર લૂંટી રહ્યા છે.

જામનગરથી લોકસભા લડશો કે કેમ ? તે સવાલના જવાબમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું  બંધારણીય રીતે મને પચ્ચીસ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. અને જામનગરના લોકો ઇચ્છશે તો ચોકકસપણે હું પ્રજા હિતમાં એક સાચા લોકપ્રહરી તરીકેની મારી જવાબદાર નિભાવીશ. સવર્ણ અનામતની યાદ અપાવતા હાર્દિક કહે છે કે, લોકોના હિતમાં મને લડત લડતા આવડે છે લોકોના પ્રશ્ર્ને લડત આપવી એ જ મારૂં કામ છે  હાલાર પંથકની સમસ્યાઓને વાંચા આપવા માટે હું આજે લડત લડી રહ્યો છું અને પ્રજાસેવક તરીકે ચૂંટાઇશ તો ચોકકસપણે પ્રજાના કામ કરતો રહીશ.

 

Related posts

બર્ધન ચોક લાઠીચાર્જ મામલે અંતે પીએસઆઈની બદલી કરતા જિલ્લા પોલીસવડા

Nawanagar Time

દ્વારકામાં દેવદિવાળી ઉત્સવની ભવ્ય ઉજવણી

Nawanagar Time

આતંકી હુમલાના વિરોધમાં સૌરાષ્ટ્રમાં બંધનો માહોલ

Nawanagar Time

Leave a Comment