Nawanagar Time
અમદાવાદ

પેપર લીક : 5 લાખના કોરા ચેક આપી બે કલાકમાં જ ગુજરાતનું પેપર ફોડ્યું હતું.

વિવારે લોકરક્ષકદળની પરીક્ષાનું પેપર લીક થયું તેમાં આજે દિલ્હીનું કનેક્શન નિકળ્યું છે. આ પ્રકરણમાં બે દિવસમાં 9 આરોપીના નામ ખુલ્યા છે. આમાંથી અમુક આરોપીએ રિમાન્ડમાં કબૂલ્યું છે કે, આ પેપર તેમણે દિલ્હીની પેપરલીક ગેંગ પાસેથી મેળવ્યું હતું. જેમાં ગુજરાત અને પરપ્રાંતિય એમ મળીને કુલ 30 પરીક્ષાર્થી સહિતના આરોપીઓ સંડોવાયેલા છે. આ પેપર દિલ્હીમાં 5 લાખ રૂપિયાના કોરા ચેક આપી માત્ર બે કલાકમાં ફુટ્યું હતું.

આ રહ્યો સમગ્ર પેપરલીકનો ચિતાર

1- દિલ્હીની ગેંગે યશપાલ સહિત ચારનો સંપર્ક કરી LRD પરીક્ષા પેપર ફોડવા ઓફર કરી. જ્યારે આ પાંચે ગુજરાતના LRD પરીક્ષાર્થીઓનો સંપર્ક કર્યો

2- યશપાલ અને 4 આરોપી ઉપરાંત 30 LRD પરીક્ષાર્થી ગાંધીનગર નાના ચિલોડા પાસે 29/11/18ના રોજ ભેગા થયા જ્યાં 3 ગાડીમાં ગુજરાતના અને 1 ગાડીમાં પરપ્રાંતિય પરીક્ષાર્થી બેઠા.

3- આ 4 ગાડીઓ NH-8 પર રાજેન્દ્રનગર પાસે પહોંચી એટલે તેમાં બેઠેલા બધાના મોબાઈલ સ્વીચઓફ કરાવી દેવાયા. 30/11ના રોજ બધા ગુંડગાવ પહોંચ્યા. જ્યાંથી તેમને 5-5ના ગૃપમાં બેસાડી દિલ્હી લઈ જવાયા.

4- દિલ્હીમાં પાંચેય ગૃપને અલગ-અલગ જગ્યાએ LRDનું પેપર વાંચવા આપ્યું અને દિલ્હીની ગેંગે તેમને ટકોર પણ કરી હતી કે જવાબો વાંચવા માટે 2 કલાક ન લાગે. તમામ પરીક્ષાર્થીએ ગેંગને 5 લાખ રૂપિયાના કોરા ચેક આપ્યા.

5- પરીક્ષાર્થીઓએ ગેંગ પાસે શરત રાખેલી કે જો જવાબો સાચા પડે તો જ આ ચેક કોઈ પણ ખાતામાં ભરવાના. પેપર વંચાયા બાદ બધાને પાછા ગુંડગાવ મોકલાયા. ત્યાંથી તેઓ 4 ગાડીમાં ગુજરાત પરત આવ્યા.

6- યશપાલ ફ્લાઈટમાં દિલ્હીથી સીધો જ વડોદરા આવ્યો હતો. જ્યારે 3 મુખ્ય આરોપી જયપુરથી સીધા ફ્લાઈટમાં ગુજરાત આવ્યા હતા. પરીક્ષાના દિવસે એટલે કે 2 ડિસેમ્બરે 1 ગાડી પાલનપુર, 1 મહેસાણા તથા અન્ય 2 અમદાવાદ આવી.

7- ઉતમસિંહ ભાટી નામનો શખ્સ શારિરીક તકલીફના કારણે આ 30 પરીક્ષાર્થી સાથે દિલ્હી ન જઈ શકતાં ગૃપમાંથી કોઈએ LRDના જવાબો તેને ગુજરાત આવી આપ્યા હતા. આ 30 પરીક્ષાર્થીના ગૃપે અન્ય પરીક્ષાર્થીઓને જવાબો પરીક્ષાના દિવસે મોકલ્યા

8- મનહર, પીવી પટેલ, મુકેશ અને રૂપલને યશપાલે જ પેપર મોકલ્યું હતું. દિલ્હીથી મળેલા પેપરના જવાબો દિલ્હીથી લાવેલા 30 LRD પરીક્ષાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં ફેલાવ્યા હતા.

Related posts

રાજ્યમાં 17 વર્ષનો રેકોર્ડ તોડતી ગરમી

Nawanagar Time

સૂરતથી અમદાવાદ ચાલતા નશાના કારોબારોનો પર્દાફાશ: 59 કિલો ગાંજા સાથે ત્રણની ધરપકડ

Nawanagar Time

કલાઈમેન્ટ ચેન્જના પડકારોને પહોંચી વળવા રૂા.59રર કરોડની જોગવાઈ

Nawanagar Time

Leave a Comment