Nawanagar Time
ગુજરાત જામનગર

માતાને મળવાની ના પાડતા પરિણીતાએ કૂવો પૂર્યો

parineeta-is-not-good-enough-to-meet-her-mother

જામનગર શહેર જિલ્લામાં અપમૃત્યુના 6 બનાવ : નાઘેડીમાં યુવાને ગળાફાંસો ખાધો : ટ્રેન નીચે ઝંપલાવ્યું

જામનગર:-જામનગર શહેર-જીલ્લામાં અપમૃત્યુ-આપઘાતના વધુ છ બનાવ સામે આવ્યા છે. જેમાં જામનગર નજીકના નાઘેડી ગામે ગળાફાંસો ખાઈ યુવાને અને તાલુકાના નાની માટલી ગામે મહિલાએ કુવો પૂરી જયારે જામનગરમાં યુવાને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. જયારે બેડી વિસ્તારમાં એકાએક પડી ગયેલા વિદ્યાર્થીનું ગંભીર ઈજા પહોચતા  દરમિયાન મૃત્યુ થયું છે.

જામનગરમાં નવાનગર સોસાયટીમાં શેરી નં.3 માં રહેતા જીતેશભાઇ કણઝારિયાનો પુત્ર યશ(ઉ.વ.16) વાલસૂરા રોડ પર આવેલી સરકારી પોલીટેકનીક કોલેજમાં અભ્યાસ કરતો હોય ગત તા.5 માર્ચના સવારે 11.15 વાગ્યા આસપાસ યશ કોલેજ આગળ ચાલીને જતો હતો. આ દરમ્યાન યશ પડી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં  સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ અને ત્યાંથી શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ વધુ સારવારની જરૂર જણાતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમ્યાન યશનું મૃત્યુ નિપજયું હતું.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગર શહેરમાં વામ્બે આવાસ કોલોનીમાં બ્લોક નં.9 માં રહેતો અને કડીયા કામ  અશ્વીન નાનજીભાઇ મકવાણા(ઉ.વ.23) નામના યુવાને શનિવારે કોઇપણ કારણોસર અંધાશ્રમ ઓવરબ્રીજ નીચે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી કારણ જાણવા તપાસ હાથ ધરી છે.કાલાવડના રવસિયા ગામે રહેતો અને મજૂરી કામ કરતો ભાવેશ ઉર્ફે માધો હસરાજભાઇ પરમાર(ઉ.વ.25) નામના યુવાને કોઇપણ અગમ્ય કારણોસર શનિવારે ઝેરી  પી લીધી હતી.આથી તેને સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.

જામનગર તાલુકાના નાની માટલી ગામે બટુકભાઇ જાદવભાઇ ની વાડીમા મહીલા કુવામાં પડી હોવાની જાણ રવિવારે સાંજે ચાર વાગ્યાની આસપાસ જામનગર ફાયરબ્રિગેડને થઇ હતી. આથી ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને 90  ઉંડા કુવામાં પડેલી મહીલાનો મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક મહીલાનું નામ તુલસીબેન દિપકભાઇ રામાવત(ઉ.વ.30) હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મૃતકના ગુમ માતા કર્નાટકથી મળી આવ્યા હોવાથી તેણીએ કર્નાટક જવાની વાત કરી હતી જેને પરિવારજનોએ નકારી કાઢી હતી જેથી તેણીએ કુવામાં ખાબકી આપઘાત કરી લીધો હોવાનું જાહેર થયું છે. જયારે  તાલુકાના નાઘેડી ગામે નાધેડી ગામ નવા પરામાં ધેલુભાઇ ગમારાના મકાનમાં રહેતા અને પરવિન પ્યારેલાલ રાજપુત ઉવ.19 રહે. મૂળ ઉલેઇતાપુર નુરીયા હુશેનપુર જી. પીલીભીતી યુ.પી વાળાએ  ઘરે આવી કોઇપણ અગમ્ય કારણસર પોતાની જાતેથી ઓરડીમાં લાકડાની આડીમાં કપડાની ચુદડી બાંધી ગળા ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસ  આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Related posts

વાણિયા-વાગડિયા ડેમ મુદ્દે પ્રશ્ર્નો ઉઠાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ

Nawanagar Time

જિલ્લામાં કૃષિ રોગ વિરોધી દવાના ડોઝથી કુલ 31000 બાળકો વંચિત

Nawanagar Time

ટ્રાફિકની સમશ્યાના કારણે જીજી હોસ્પિટલ આવવા-જવામાં પરેશાની

Nawanagar Time

Leave a Comment