Nawanagar Time
Uncategorized

પાર્રિકરનું નિધન: એક દિવસનો રાષ્ટ્રીય શોક

parrikars-death-one-days-national-mourning

અંતિમ સંસ્કાર આજે એસએજી ગ્રાઉન્ડમાં કરાશે

પણજી:-ચોથી વખતના ગોવાના  બનેલા વરિષ્ઠ ભાજપ નેતા મનોહર પર્રિકરે રવિવારે સાંજે 6.40 વાગે અંતિમ શ્ર્વાસ લીધા હતા. સોમવારે સાંજે 5 વાગે કેંપલમાં આવેલા એસએજી મેદાનમાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કેન્દ્રએ આજે રાષ્ટ્રિય શોક જાહેર કર્યો છે. તેઓ પેંક્રિયાટિક કેન્સરથી પીડિત હતા. રાતે 8 વાગ્યે તેમના નિધનના સમાચાર આવ્યા  પાર્રિકરને કેન્સરની જાણ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. ત્યાર પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હી અને ન્યૂયોર્કમાં સારવાર કરાવી હતી.

પાર્રિકરનો પાર્થિવ દેહ સોમવારે સવારે 9.30થી 10.30 સુધી પણજીના ભાજપ કાર્યાલયમાં રાખવામાં આવશે. ત્યારપછી તેમના દેહને કલા એકેડમી લાવવામાં આવશે અને સાંજે 4 વાગ્યા સુધી સામાન્ય જનતા તેમને શ્રદ્ધાંજલિ આપી  પાર્રિકરે 2014થી 2017 સુધી રક્ષામંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમના જ કાર્યકાળમાં ભારતીય સેનાએ પીઓકેમાં રહેલા આતંકી ઠેકાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. પાર્રિકરના રક્ષામંત્રી રહેતા જ વન રેન્ક- વન પેન્શન સ્કીમ લાગુ કરાઈ હતી.

Related posts

રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, થરાદમાં 10 અને વાવમાં 9 ઈંચ વરસાદ-વાતાવરણમાં ઠંડક

Nawanagar Time

આરટીઓ કામગીરી સ્થગિત

Nawanagar Time

રવિના બની ગઈ નાની, જુઓ તેના દોહિત્રને

Nawanagar Time

Leave a Comment