Nawanagar Time
જામનગર

જામનગરની ઠંડીમાં આંશિક ઘટાડોઃ લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડીગ્રી..

જામનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ૧.૩ ડીગ્રીનો ઘટાડો થતા લોકોને ઠંડીમાંથી થોડી રાહત મળી હતી. આજ સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન જામનગરમાં લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડીગ્રી નોંધાયું હતું.

ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર તથા ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાના પગલે જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો હતો. જેના પગલે ઠંડીમાં વધારો થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

પરંતુ જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં વધી રહેલા તાપમાન પર બ્રેક લાગી હોય તેમ છેલ્લા ત્રણ દિવસમાં ધીમે ધીમે તાપમાનમાં વધારો થયો છે. ગત્ તા. ૩૦/૧ર ના તાપમાન ૧૦.પ ડીગ્રી હતું હવે ૧.૩ ડીગ્રીના વધારા સાથે ૧ર ડીગ્રી નજીક પહોંચી ગયું છે. જેના પગલે લોકોને કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળી હતી.

જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૧૧.૮ ડીગ્રી અને મહત્તમ તાપમાન ર૬ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ૩ ટકા રહ્યું હતું તેમજ પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૪.૩ ડીગ્રીની રહેવા પામી હતી.

Related posts

મહિલા પોલીસ કર્મીને મોકલ્યો એક અશ્લીલ વિડીયો, પછી પોલીસ કર્મચારીના જ થયા આવા હાલ

Nawanagar Time

લોકડાઉનમાં ધ્રોલમાં 108માં ડીલેવરી

Nawanagar Time

મામલતદાર કચેરીમાં ભારે ભીડથી સોશિયલ ડિસ્ટન્સના લીરા ઉડયાં

Nawanagar Time

Leave a Comment