Nawanagar Time
ગુજરાત સુરત

‘પાસ’ના નેતા અલ્પેશ કથીરિયાની ફરી ધરપકડ

pas-leader-alpesh-kathariya-arrested-again

મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયેલા અલ્પેશને સુરત ક્રાઇમ બ્રાંચે ઉઠાવી લીધો

સુરત :-પાસ ક્ધવીનર અલ્પેશ કથીરિયાની સુરત ક્રાઈમ બ્રાન્ચે ફરી  વખત ધરપકડ કરી છે. મિત્ર આશિષ વધાસિયાના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા અલ્પેશની સુરત ક્રાઈમબ્રાન્ચે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે.

મહત્વનું છે કે અલ્પેશ કથિરીયાએ ક્રાઈમ બ્રાન્ચમાં જઈને દાદાગીરી કરી હતી અને રાજદ્રોહના કેસમાં કોર્ટે જામીન પણ રદ્દ કર્યા હતા તે બાદ અલ્પેશ કથીરિયાએ હાઈકોર્ટમાં કાયમી જામીન માટે અરજી  કરી હતી.

પાસના ક્ધવીનર અલ્પેશ કથીરિયાના કોર્ટે જામીન રદ કર્યા છે. આ મામલે પોલીસ કમિશનર સતિષ શર્માએ  નિવેદન આપ્યું છે. શર્માએ કહ્યું કે, અલ્પેશે સતત કાયદાનો ભંગ કરતા તેની સામે અરજી કરી હતી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે માન્ય રાખીશું અને તેની સામે કાયદાકીય કાર્યવાહી કરાશે.

અલ્પેશ  કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવશે. પોલીસ સામે અભદ્ર ભાષામાં વાત કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. આ મામલે તે હાઈકોર્ટમાં જઈ શકે છે અને અમે ત્યા પણ અમારો પક્ષ રાખીશું. ઉલ્લેખનિય છે કે સુરત પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. જેથી સુરત કોર્ટે અલ્પેશ કથિરીયાના જામીન રદ કર્યા છે.  અલ્પેશને રાજદ્રોહ કેસમાં શરતી જામીન મળ્યા હતા.

આ બાબત પર અલ્પેશના વકીલે જણાવ્યું છે કે અમે હાઈકોર્ટમાં આ નિર્ણયને ચેલેન્જ કરીશુ. આપને જણાવી દઇએ કે, અમરોલી પોલીસ મથકે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. થોડા સમય પહેલા અલ્પેશનાં જામીન મંજૂર કરાતાં અલ્પેશને જેલમુકત કરાયો હતો.

Related posts

ટાટા કંપનીમાં સ્થાનિક લોકોને રોજગારી આપવા સરપંચ મંડળના પ્રમુખની રજૂઆત

Nawanagar Time

માર્ગ અકસ્માતમાં થતાં મોતમાં ગુજરાત પાંચમા ક્રમે

Nawanagar Time

14 નગરસેવિકા ઈન્દોર જઈને ’સ્વચ્છતા’ના પાઠ ભણી આવ્યા!

Nawanagar Time

Leave a Comment