Nawanagar Time
સ્પોર્ટસ

ફેડ કપમાં ગત ચેમ્પિયન ચેક રિપબ્લિક બહાર

past-champions-in-the-fed-cup-are-out-of-the-czech-republic

ટેનિસ ઈતિહાસમાં પહેલી વાર મહિલા ટેનિસ વર્લ્ડ કપની સેમિફાઈનલમાં રોમાનિયા પહોંચ્યું છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેક રિપબ્લિકને 3-2થી હરાવીને રોમાનિયા ફેડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. 11 વખત ટાઈટલ જીતી ચુકેલી ચેક રિપબ્લિકની ટીમને 2009 પછી પહેલી વાર ફેડ કપમાં ક્વાટર ફાઈનલમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. આ પહેલા પોતાના ઘરમાં રમતા 2009 પછી ચેક રિપબ્લિક હાર્યું નથી.

ફાન્સે બેલ્જિયમને 3-1થી અને ઓસ્ટ્રેલિયાએ અમેરિકાને 3-2થી હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી. ક્વોર્ટર ફાઇનલના પહેલાં દિવસે ચેક રિપબ્લિક અને રોમાનિયાએ પોત-પોતાની સિંગલ્સની મેચ જીતી.

ચેકના કેપ્ટન કેરોલિના પ્લિસકોવાએ રોમાનિયાની બી મિહાએલાને 6-1, 6-2થી હરાવી. જ્યારે રોમાનિયાની કેપ્ટન સિમોના હાલેપે કેટરીના સિનિયાકોવાને 6-4, 6-0થી હરાવી હતી.

પ્લિસકોવા અને હાલેપ બન્ને વર્લ્ડ રેન્કિંગમાં નંબર -1 પર રહેલી છે. બીજા દિવસે બન્ને રિવર્સ સિંગલ્સ અને એક ડબલ્સ રમાઇ. જેમાં હાલેપે પ્લિસકોવાને 6-4, 5-7, 6-4થી હરાવીને રોમાનિયાને 2-1થી આગળ કર્યું.

પછીની મેચમાં સિનિયાકોવાએ મિહાએલાને 6-4, 6-2થી હરાવીને ચેકની ટીમને 2-2 પર બરાબરી કરાવી. છેલ્લી અને ફાઇનલ મેચમાં ઇરિના કામેલિયા બેગૂ-મોનિકા નિકોલસ્કૂની જોડીએ કે.બારબરા-સિનિયોકોવાને 6-7, 6-4, 6-4થી હરાવીને રોમાનિયાને 3-2થી ક્વાર્ટર ફાઇનલ મેચ જીતાડી.

Related posts

વર્લ્ડ કપ પેહેલા કોહલી ગોવામાં થઇ રહ્યો છે રિલેક્સ

Nawanagar Time

ટોક્યો ઑલિમ્પિકમાં ભારત ટોપ-4માં આવશે: મનપ્રીતસિંહ

Nawanagar Time

વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ કરોડને અંબાઈ ગઈ,જાણો કેટલી હશે તેમની વેલ્યૂ…

Nawanagar Time

Leave a Comment