Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં નાણાંકીય લેતી-દેતીમાં પટેલ યુવાનની હત્યા

patel-kidnapped-young-man-in-jamnagar-taking-financially

કુરિયરની ઓફિસમાં ઘુસી હત્યારાએ છરીના ઉપરા ઉપરી ઘા ઝીંકયા : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

જામનગર:-જામનગરમાં પોલીસનો ભય ઓસરી ગયો હોય તેમ લુખ્ખાતત્વો બેખૌફ બન્યા હોવાની ગવાહી આપતી ઘટનામાં ગઇકાલે એસ.ટી. રોડ પર આવેલા રાજાવિર કોમ્પલેક્ષમાં કુરિયરની ઓફિસમાં ખુલ્લી છરી સાથે ઘુસી જઇ નાણાંકીય લેતી-દેતીમાં પટેલ યુવાનને છરીના ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવતાં ચકચાર જાગી છે. જો કે, હત્યાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો છે. અન્ય નજરે જોનાર સાક્ષીએ પણ સમગ્ર ઘટના જોઇ હોય હત્યારાનું નામ પોલીસ સુધી પહોંચી ગયું છે. મૃતકના પિતાએ સિટી એ ડીવીઝનમાં હિંમતનગરના શખ્સ વિરૂઘ્ધ ગુન્હો નોંધાવતા હત્યારાને ઝડપી લેવાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરના એસ.ટી. રોડ પર આવેલ રાજાવિર કોમ્પ્લેક્ષમાં દુકાન નં. 8માં ઇન્ટરનેશનલ કુરિયર એન્ડ કારગો સર્વિસમાં રાત્રી 10 વાગ્યે ડેનીસ બાબુભાઇ બાવરીયા ઉ.વ. 40 અને અને મનિષભાઇ નામના વ્યકિત પોતાનું રૂટીન કામ કરી રહયા હતા ત્યારે હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા રહે. હિમંતનગર રોડ ન-2 શેરી નં-5 જામનગરવાળો ઓફિસમાં ઘુસી આવ્યો હતો. અને નાણાંકીય લેતી-દેતી મુદ્ે ડેનીસ સાથે ઝઘડો કર્યો હતો અને બાદમાં ડાબા હાથના બાવળામાં તેમજ પેટના ભાગે છરીના ઘા ઝીંકતા આ ઘા જીવલેણ નીવડયા હતાં અને ડેનીસનું મૃત્યુ નિપજયું હતું.

ઘટના અંગે ડેનીસના પિતા બાબુભાઇ મોહનભાઇ બાવરીયા જાતે-પટેલ ઉ.વ-73 ધંધો-નિવ્રુત રહે.ટી.બી હોસ્પીટલ પાસે નાલંદા ટેનામેન્ટ બ્લોક નં-5 ગાયત્રી સ્કુલ સામે નવાગામઘેડ જામનગરવાળાએ આરોપી હરદેવસિંહ પ્રતાપસિંહ જાડેજા વિરૂઘ્ધ સિટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે, હજુ સુધી હત્યારો પોલીસ ગીરફતમાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

જામનગરમાં વયોવૃદ્ધ મહિલાનું ડાયાબિટીસની બીમારીથી મૃત્યુ

Nawanagar Time

શરમ! જામનગર એસ.ટી. ડેપોમાં જાહેરમાં સુ-સુ માટે મુસાફરો મજબૂર !

Nawanagar Time

સૂર્યગ્રહણ નિમિત્તે રવિવારે દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર

Nawanagar Time

Leave a Comment