Nawanagar Time
ગુજરાત જામનગર

કાલાવડ તાલુકાના ખેડૂતોને પાક વિમો ચૂકવો અથવા ધિરાણ માફ કરો

pay-crop-insurance-to-farmers-of-kalvad-taluka-or-forgive-lending

ખેડૂત એકતા મંચ દ્વારા રોષભેર કરાઇ રજૂઆત: સરકારની નીતિ-રીતિ સામે ખેડૂતોમાં પ્રસરેલો રોષ

જામનગર:-આવેદનપત્રમાં ઉમેર્યુ છે કે, વર્ષ 2018માં પણ વરસાદની અછતને લીધે દુષ્કાળ જ છે કુવા કે બોરમાં પાણી નથી. ચેકડેમના તળિયા ખાલી રહ્યાં છે. પીવાના પાણીની સમસ્યા થઇ છે આ બાબતે કાલાવડ તાલુકાના ખેડૂતોએ સરકારને વારંવાર રજૂઆત કરી છે પણ આજદિન સુધી કોઇ ઉકેલ આવેલો નથી.  ચૂંટણીની તારીખ બહાર પડી ગઇ છે. એટલે આચારસંહિતા લાગુ પડી હોય તો, ખેડૂતોને મળવાપાત્ર પાક વિમાની સરકાર તરફથી થયેલી જાહેરાત મુજબ ખેડુતોને કાલાવડ તાલુકા કે જામનગર જિલ્લાના કેટલાક ટકા પાક વિમો મળશે તે જાહેર થયેલું નથી.

ખેડૂતોએ ઉપરા ઉપર દુષ્કાળનો સામનો કરેલો હોય, જેથી ખેડૂતો દેવામાં ડૂબી ગયેલા છે.  ઉપાડેલ પાક ધિરાણ ભરી શકે તેવી કોઇ સ્થિતી નથી. તો ખેડૂતોએ ઉપાડેલ પાક ધિરાણ વ્યાજ સહિત માફી આપે એવી કાલાવડ તાલુકાનાં ખેડૂતોની માંગણી છે.

Related posts

લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી: ઠંડીમાં ઘટાડો

Nawanagar Time

ખાનગી બસોને શહેરના અમુક પોઈન્ટ પરથી પેસેન્જર પીકઆપ-ડ્રોપની છૂટ આપો

Nawanagar Time

પબજી અને ટિકટોકની રાખડીનો ટ્રેન્ડ, રૂ.5થી લઈને રૂ.1800 સુધીની રાખડીનું માર્કેટ

Nawanagar Time

Leave a Comment