Nawanagar Time
ગુજરાત જામનગર

જોડિયા યાર્ડ ખાતે પાક ખરીદી કેન્દ્ર એકાએક બંધ : દોઢસો ખેડૂતોની મગફળી વેચાયા વગર પડી રહી

peanut-farmers-peanut-is-being-sold-without-selling

ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના ડાયરેકટર દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા રજૂઆત

જામનગર:-જોડિયામાં મગફળી ખરીદીની પ્રક્રિયા એકાએક બંધ કરી દેવામાં આવતા 100થી 150 જેટલા ખેડૂતોની મગફળીને પોષણક્ષમ ભાવ મળી શકયા નથી. પરિણામે જોડિયા એપીએમસી ખાતે ફરીથી મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.

વિગતો મુજબ જોડિયા એપીએમસી માર્કેટીંગ યાર્ડ ખાતે થોડા સમય પહેલા ખરીફ પાક ખરીદી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મગફળી ટેકાના ભાવે ખરીદવા માટે અનેક ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અલબત મગફળી ખરીદીની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવતા 100થી 150 ખેડૂતોની મગફળી વેચાયા વગર જ પડી રહી છે.

જોડિયાના 100થી 150 ખેડૂતોએ મગફળી ખરીદી કેન્દ્રમાં રજીસ્ટ્રેશન કરાવેલ છે. જોકે જોડિયાની માર્કેટીંગ ગાર્ડમાં ખરીદી કેન્દ્ર બંધ કરી દેવામાં આવતા આ ખેડૂતોની મગફળીને પોષણક્ષમ ભાવ મળી શકે તેમ નથી. જેથી ખેતીવાડી બજાર ઉત્પન્ન-જોડિયા ખાતે ફરીથી મગફળી ખરીદી કેન્દ્ર મર્યાદીત સમય માટે શરૂ કરવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-જોડિયાના ડાયરેકટર ચિરાગભાઇ વાંકએ જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતનાને રજૂઆત કરી છે.

Related posts

‘ખોજા’ બુકીની મદદથી ક્રિકેટના સટોડિયાઓને ખંખેરતી પોલીસ

Nawanagar Time

ધો.10 અને ધો.12ના બોર્ડના છાત્રોને છાત્રાલયોમાં રહેવા નથી મળતું!!

Nawanagar Time

કાલાવડમાં મેઘરાજાની તોફાની બેટીંગ: 19 ઇંચ ખાબક્યો

Nawanagar Time

Leave a Comment