Nawanagar Time
અજબ-ગજબ

ભારતમાં આ જગ્યાએ કુતરાઓની પૂજા કરવામાં આવે છે,આ મંદિરની આવી માન્યતા જાણી થશે આશ્ચર્ય

people-doing-dogs-pooja-at-this-place

અત્યાર સુધીમાં તો તમે માત્ર દેવી-દેવતાના જ મંદિર વિશે સાંભળ્યું હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે, ભારતમાં એક એવું પણ મંદિર છે, જેમાં કૂતરાની પૂજા થાય છે. આ મંદિરને કુકુરદેવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અહીંની અજીબ માન્યતા અને આ મંદિરના નિર્માણની કહાની જાણી તમને પમ આશ્ચર્ય થશે.

કુકરદેવ મંદિર છત્તીસગઢના રાયપુરથી લગભગ 132 કિલોમીટર દુર દુર્ગ જીલ્લાના ખપરી ગામમાં સ્થિત છે. આ મંદિરના ગર્ભગૃહમાં કૂતરાની પ્રતિમા સ્થાપિત છે, જ્યારે તેના નજીકમાં એક શિવલીંગ પણ છે. શ્રાવણના મહિનામાં આ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે. લોકો શિવજીની સાથે સાથે કૂતરાની પણ પૂજા કરે છે, જે રીતે શિવ મંદિરમાં નંદીની પૂજા થાય છે.

આ મંદિર 200 મીટરના વિસ્તારમાં ફેલાયેલુ છે. મંદિરના ગર્ભગૃહ સંવાય પ્રવેશ દ્વારની બંને બાજુ પણ કૂતરાની પ્રતિમા લગાવવામાં આવી છે. માન્યતા છે કે, કુકુરદેવના દર્શન કરવાથી કુકુરખાંસી કે કૂતરુ કરડવાનો ડર કે ખતરો નથી રહેતો.

people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place

કહેવાય છે, કુકુરદેવ મંદિર એક સ્મારક છે. એક વફાદાર કૂતરાની યાદમાં આને બનાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે, વર્ષો પહેલા એક વણજારો પોતાના પરિવાર સાથે આ ગામમાં આવ્યો હતો. તેની સાથે એક કૂતરો પણ હતો. ગામમાં એક વખત દુકાળ પડ્યો તો, વણજારાએ ગામના સાહુકાર પાસેથી લોન લીધી, પરંતુ તે લોન પાછી ન આપી શક્યો. જેથી તેણે પોતાના વફાદાર કૂતરાને સાહુકાર પાસે ગીરવે મુક્યો.

કહેવાય છે કે, એક વકત સાહુકારના ત્યાં ચોરી થઈ. ચોરોએ બદો જ માલ જમીનની નીચે દાટી દીધો અને વિચાર્યું કે, બાદમાં તેને નિકાળી લઈશું, પરંતુ કૂતરાને લૂટેલા માલ વિશે ખબર પડી ગઈ અને સાહુકારને તે જગ્યા પર લઈ ગયો. કૂતરાની બતાવેલી જગ્યા પર ખાડો ખોદ્યો તો તેને બધો જ લૂંટાયેલો માલ પાછો મળી ગયો.

કૂતરાની વફાદારીથી ખુશ થઈ સાહુકારે તેને આઝાદ કરવાનો નિર્ણય લીધો. આને માટે તેણે વણજારાના નામે એક ચિઠ્ઠી લખી અને કૂતરાના ગળામાં લટકાવી તેને તેના માલિક પાસે મોકલી દીધુ. કૂતરો જેવો વણજારા પાસે પહોંચ્યો, તે સાહુકાર પાસેથી ભાગીને આવ્યો છે. જેથી તેણે ગુસ્સામાં આવી કૂતરાને માર મારી મારી નાક્યો.

people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place
people-doing-dogs-pooja-at-this-place

જોકે, બાદમાં વણજારાએ કૂતરાના ગળામાં લટકેલી સાહુકારની ચીઠ્ઠી વાંચી તો તેને ખુબ પછતાવો થયો. ત્યારબાદ તેણે કૂતરાને દફનાવ્યું અને તેનું સ્મારક બનાવ્યું. સ્મારકને બાદમાં લોકોએ મંદિરનું રૂપ આપી દીધુ, જેને લોકો આજે કુકુર મંદિર તરીકે ઓળખે છે.

 

Related posts

એલજી કંપનીએ નકામા ખોખામાંથી બાળકો માટે સ્લેટ બનાવી

Nawanagar Time

વાહ… પ્લાસ્ટિક નહીં પણ હવે વાંસની બોટલમાં પીવો પાણી

Nawanagar Time

શિજુઓની પહાડી પર વિદ્યમાન છે વિશ્ર્વની સૌથી ઊંચી ગૌતમ બુદ્ધની પ્રતિમા

Nawanagar Time

Leave a Comment