Nawanagar Time
ગુજરાત જામનગર

શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના શખ્સોએ યુવાનને ધાક-ધમકી આપી

people-including-former-bjp-president-of-the-city-threaten-the-young-man

જામનગર:-જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સહિતના શખ્સો સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર જાગી છે. જેની વિગત મુજબ શહેરના ઢીંચણા રોડ પર આવેલ તિરૂપતિ પાર્ક 2 માં માધવ મંદિરની સામેપ્લોટ નાં107 બ્લોક નાં 201માં રહેતા ચીરાગભાઇ ચુનીલાલભાઇ સાવલા નામના યુવાનને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ એવા મુકેશ દાસાણી, ગજુભા દરબાર, હિતુભા દરબાર, અશ્ર્વિનસિંહ ઝાલા નામના ત્રણેય શખ્સોએ છેલ્લા ત્રણ માસથી આજ દિવસ સુધીના ગાળામાં રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપી હતી.

ભાજપ પૂર્વ પ્રમુખે ગાડીના હપ્તાના રૂપિયા બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી તથા અન્ય આરોપીઓએ વ્યાજે રૂપિયા આપેલ હોય જેની વ્યાજની રકમ ભરવામાં નિષ્ફળ ગયેલ યુવાનને પત્યક્ષ – પરોક્ષ ધમકીઓ આપી છે. યુવાને પોતાનો મોબાઇલ બધં કરી દેતા આ આરોપીઓએ રવિભાઇ દ્વારા આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી.

આ બનાવ અંગે યુવાને તમામ શખ્સો સામે આઈપીસી કલમ 506-2 મુજબ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Related posts

લોકડાઉનમાં યશોદામૈયાની ભૂમિકા નિભાવતા આંગણવાડી કાર્યકર બહેનો

Nawanagar Time

ચોરાઉ મોબાઈલ સાથે રીઢા તસ્કરને ઝડપી લેતી જામનગર એલસીબી

Nawanagar Time

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

Nawanagar Time

Leave a Comment