Nawanagar Time
ગુજરાત

ભાણવડના જામપર ગામના લોકો આજે પણ એસ.ટી.ની સુવિધાથી વંચિત

people-of-village-bhanvad-are-still-deprived-of-st-facilities

ત્રણ હજારની વસ્તી, તાલુકો 20 કિ.મી., જિલ્લા મથક 40 કિ.મી.ના અંતરે જવા આવવા એકમાત્ર છકડા રીક્ષાની જ વ્યવસ્થા!

ભાણવડ:-એક તરફ વિકાસની વાતો કરવામાં આવી રહી છે. જ્યારે ભાણવડ તાલુકામાં વિકાસનો રંગ કંઈક જુદો જ જોવા મળી રહ્યો છે. ભાણવડનું જામપર ગામ આજે પણ એસ.ટી.  જેવી સામાન્ય સુવિધાથી વંચિત હોવાનું પ્રકાશમાં આવ્યું છે. 3000ની વસ્તી હોવા છતાં ઉપરાંત તાલુકાથી માત્ર ર0 કિ.મી. દૂર જ ગામ હોવા છતાં આજે પણ આ ગામના લોકોને એસ.ટી. બસની સુવિધાનો અભાવ છે.

ભાણવડ તાલુકાનું છેવાડે આવેલુ જામપર ગામ આજ સુધી એસ.ટી.ની સુવિધાથી વંચિત છે અને ગામની આશરે ત્રણ હજારની  તાલુકા મથકે કે જિલ્લા મથકે આવાગમન માટે એકમાત્ર છકડો રીક્ષા પર નિર્ભર રહેવું પડે એનાથી વિશેષ બીજી કરૂણતા શું હોઇ શકે?

ગામના જાગૃત નાગરીક હરિલાલ ગોરધનદાસ ભોગાયતાએ એસ.ટી. વિભાગના નિયામકને રજૂઆત કરી નકલ સાંસદને મોકલેલ જેમાં જણાવવામાં આવેલ છે કે, ભાણવડ તાલુકાના જામપરને આજ સુધી એસ.ટી. બસની સુવિધા પ્રાપ્ત  નથી અને ગામની ત્રણ હજારની વસ્તી તેમાં પણ ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ, નાના બાળકો, મહિલાઓ, વૃઘ્ધો ઉપરાંત બિમાર લોકોએ એસ.ટી.ની સુવિધાના અભાવે તાલુકા કે જિલ્લા મથકે જવા ફરજિયાત પણે છકડો રીક્ષાનો સહારો લેવો પડી રહ્યો છે આ બધી ગ્રામજનોની અસુવિધાને લઇ તા.23-1ના રોજ એસ.ટી. બસની સુવિધા માટે રજૂઆત કર્યા  ફરીથી રજૂઆત કરવામાં આવેલ છે. ગ્રામજનોની માંગ છે કે, જામપર ગામને ભાણવડ શહેર સાથે તેમજ જિલ્લા મથક ખંભાળિયા સાથે જોડતી બસની સુવિધા આપવામાં આવે ત્યારે હવે જોવાનું રહ્યું કે, વિભાગીય નિયામક એસ.ટી. જામનગર પર આ ગ્રામજનોની રજૂઆતની અસર થાય છે કે નહિ.

Related posts

શહેરની 101 હાઈરાઈઝ બિલ્ડિંગ ફાયર સેફટી વગરની

Nawanagar Time

પાણી પ્રશ્ર્ને માટલા ફોડતી લાખાબાવળની મહિલાઓ

Nawanagar Time

બોર્ડ પરીક્ષાનો પ્રારંભ: ગુજરાતીનું પેપર સહેલું.. હાલારના પ1 હજાર વિદ્યાર્થીઓ ખુશ

Nawanagar Time

Leave a Comment