Nawanagar Time
ગુજરાત નેશનલ

હાશ… પેટ્રોલ-ડીઝલ સસ્તું થયું… ક્યાં કેટલો ભાવ જાણી લો…

petrol deseal price in your city

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે મોટી રાહત મળી છે. સતત ઘટડા જતા ક્રૂડ ઓઇલના ભાવના લીધે આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 70.46 પૈસા પર પહોંચી ગયો, જ્યારે ડીઝલના ભાવ 64 રૂપિયા 39 પૈસા પહોંચી ગયો છે. આજ પેટ્રોલા ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 15 પૈસાનો ઘટાડો થયો છે. વર્ષના અંતે એટલે કે ડિસેમ્બરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ તે કિંમત પર પહોંચી ગયા છે, જે વર્ષની શરૂઆત એટલે કે જાન્યુઆરીમાં હતા. જાન્યુઆરી 2018માં દિલ્હીમાં પેટ્રોલ લગભગ 69 રૂપિયા 97 પૈસાના ભાવે મળી રહ્યું હતું. આશા છે કે ગ્લોબલ અનિશ્વિતતાઓ અને ઓવર સપ્લાયના લીધે ક્રૂડના ભાવ વધુ ઘટશે અને પેટ્રોલના ભાવ ટૂંક સમયમાં 70 રૂપિયાથી નીચે આવી જશે.

ક્યાં કેટલો ભાવ? 
દિલ્હીમાં પેટ્રોલ 70.46 રૂપિયા પ્રતિ લિટર, કલકત્તામાં પેટ્રોલ 72.55 રૂપિયા પ્રતિ લિટર, મુંબઇમાં પેટ્રોલ 76 રૂપિયા પ્રતિ લિટર, ચેન્નઇમાં પેટ્રોલ 73.11 રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં પેટ્રોલ 73.50 રૂપિયા પ્રતિ લિટર અને નોઇડામાં પેટ્રોલ 70.31 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે. આ પ્રકારે દિલ્હીમાં ડીઝલનો ભાવ 64.39 રૂપિયા, કલકત્તામાં 66.15 પૈસા, મુંબઇમાં 67.39 રૂપિયા, ચેન્નઇમાં 68 રૂપિયા, ભોપાલમાં 65.63 રૂપિયા અને નોઇડામાં 63.75 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળી રહ્યું છે.

કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?
તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

Related posts

લુંટનો ગુનો આચરી નાસતો ફરતો આરોપી બાર વર્ષે પકડાયો

Nawanagar Time

જામજોધપુરમાં મહિલા કર્મચારીના ઇલુ-ઇલુની ગલીએ ગલીએ ચર્ચા

Nawanagar Time

કુંભારાણા ઉવાચ! ‘મોટા માથાંના દબાણ દૂર ન થાય..’

Nawanagar Time

Leave a Comment