Nawanagar Time
નેશનલ બિઝનેસ

પેટ્રોલ ફરી થશે સસ્તું અને ડીઝલમાં પણ થશે ઘટાડો,જાણો ક્યારે થશે અને શું હશે ભાવ…

petrol-will-be-cheaper-and-diesel-will-also-fall-know-when-it-will-be-and-what-will-be-the-price

જેમ-જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ચાલુ છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાથી સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાનો દૌર યથાવત છે. બે દિવસ બાદ ગુરૂવારે પેટ્રોલના ભાવમાં ફરી ઘટાડો થયો છે. તો બીજી તરફ ડીઝલમાં ત્રણ દિવસ બાદ ઘટાડો થયો છે. આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુરૂવારે સવારે પેટ્રોલમાં 5 પૈસા અને ડીઝલના ભાવમાં 7 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ દિલ્હીમાં પેટ્રોલ 69.74 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે પહોંચી ગયું છે. તો બીજી તરફ ડીઝલ 63.76 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર પહોંચી ગયું છે.

  • ત્રણ દિવસ બાદ ઓછા થયા ડીઝલના ભાવ

ગુરૂવારે સવારે કલકાત્તા, મુંબઇ અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.84 રૂપિયા 75.36 રૂપિયા અને 72.36 રૂપિયાના સ્તર પર છે. તો બીજી તરફ ડીઝલના ભાવ કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ: 65.51 રૂપિયા, 66.72 રૂપિયા અને 67.31 રૂપિયા પ્રતિ લીટરના સ્તર પર છે. ચારેય શહેરોમાં ડીઝલના ભાવ ત્રણ દિવસ બાદ બદલાયા છે. ગત ત્રણ દિવસથી ડીઝલના ભાવ એક જ સ્તર પર હતા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નરમાઇથી સામાન્ય માણસ માટે રાહતની આશા વધી છે. તેથી મોંઘવારી દર પણ ઓછી થવાની ઓછી છે.

  • 1 વર્ષના ન્યૂનતમ સ્તર પર પેટ્રોલ

પેટ્રોલ પ્રતિ લીટરનો ભાવ ગત એક વર્ષ દરમિયાન સૌથી ઓછો છે. આ પહેલાં 1 જાન્યુઆરી 2018ના રોજ પેટ્રોલની પ્રતિ લીટરની કિંમત 69.97 રૂપિયા હતી. તો બીજી તરફ 1 જાન્યુઆરી 2018ના રોજ કલકત્તામાં પેટ્રોલ 72.72 રૂપિયા પ્રતિ લીટર, મુંબઇમાં 77.87 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઇમાં 72.53 રૂપિયા પ્રતિ લીટરના સ્તરે હતું. આ ઉપરાંત ડીઝલના ભાવનું આ સ્તર લગભગ 9 મહિના બાદ જોવા મળ્યું છે. 28 માર્ચ 2018ના રોજ દિલ્હીમાં ડીઝલના ભાવ 63.77 રૂપિયા પ્રતિ લીટર છે. આ દિવસે કલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ડીઝલના ભાવ ક્રમશ: 66.46 રૂપિયા, 67.91 રૂપિયા અને 67.25 રૂપિયા પ્રતિ લીટર હતો.

  • એક લીટર પેટ્રોલમાં 50 ટકા ટેક્સ

શું તમને ખબર છે કે એક લીટર પેટ્રોલ ખરીદતી વખતે તમે જેટલી કિંમત પેટ્રોલની ચૂકવો છો એટલો જ તમે ટેક્સના રૂપમાં ચૂકવો છે. એટલા માટે પેટ્રોલ આટલું મોંઘુ હોય છે. લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં રાજ્યકક્ષાના નાણા મંત્રી શિવ પ્રતાપ શુક્લાએ જણાવ્યું હતું કે એક લીટર પેટ્રોલ પર ટેક્સ અને ડીલરનું કમિશન ઉમેરીએ તો 96.9 પૈસા થાય છે. જ્યારે પેટ્રોલની સાચી કિંમત ફક્ત 34 રૂપિયા પ્રતિ લીટર છે.

  • કેવી રીતે જાણશો પોતાના શહેરમાં પેટ્રોલ ડીઝલનો ભાવ?

તમારા શહેરમાં દરરોજ પેટ્રોલ અને ડીઝલનો ભાવ જાણવો ખૂબ સરળ છે. તમે તમારા મોબાઇલ ફોનમાં ઇન્ડિયન ઓઇલ એટલે કે IOCL app ડાઉનલોડ કરી શકો છો, જેના પર રોજ તાજા ભાવ અપડેટ થાય છે. આ ઉપરાંત કસ્ટમર કેર મોબાઇલ નંબર દ્વારા  “પેટ્રોલ પંપના RSP Dealer Code” લખીને તેને 92249 92249 પર SMS કરી શકો છો. તેના જવાબમાં તમને તે પેટ્રોલ પંપર પેટ્રોલ-ડીઝલના ભાવ ખબર પડી જશે.

  • તમે પણ ચેક કરી શકો છો તમારા શહેરમાં શું છે ભાવ

તમે પણ તમારા શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા માટે iocl.com પર જોઇ શકો છો. અહીં બધા શહેરોના કેટલાક કોડ આપવામાં આવ્યા છે 9224992249 પર મેસેજ કરી શહેરની કિંમત ફોન પર જાણી શકો છો

Related posts

‘દેવી’: નવ મહિલાઓની વાત રજૂ કરશે

Nawanagar Time

માધુરીની ‘નેટફ્લિક્સ’ ઉપર એન્ટ્રી

Nawanagar Time

ફોકસવેગન પર થશે કાર્યવાહી જો શુક્રવાર સુધીમાં આટલી રકમ જમા નહિ કરાવે તો:NGT

Nawanagar Time

Leave a Comment